તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018માં ટ્રાન્સજેન્ડર પણ અજમાવી રહી છે કિસ્મત
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત ટ્રાન્સજેન્ડર પણ લડશે
તેલંગાણાઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણઈ 2018માં આ વખતે એક ટ્રાન્સજેન્ડર પણ કિસ્મત અજમાવવા માટે મેદાનમાં ઉતરી છે. રાજ્યની 119 વિધાનસભા સીટ પર 7 ડિસેમ્બરે એક જ તબક્કામાં થવા જઈ રહેલ ચૂંટણી માટે 32 વર્ષીય ચંદ્રમુખીએ સોમવારે નામાંકન પત્ર દાખલ કર્યું, જે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, એટલે બહુજન લેફ્ટ ફ્રન્ટ (BLF)ની ટિકિટ પર ગોશામહલ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડવા જઈ રહી છે.

ચંદ્રમુખીને આ સીટ પર પૂર્વ મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકેશ ગૌડ તથા વિવાદોથી ઘેરાયેલ ભારતીય જનતા પાર્ટીના નેતા ટી રાજા સિંહ સાથે મુકાબલો કરવો પડશે. ચંદ્રમુખીએ સમાચાર એજન્સી PTIને કહ્યું કે, "કોઈ પણ પાર્ટી એક ટ્રાન્સજેન્ડરને ટિકિટ આપવા માટે આગળ ન આવી, બલકે હવે BLFએ મને ટિકિટ આપી છે, અને મેં મારું નામાંકન પત્ર દાખલ કર્યું છે." ચંદ્રમુખીનું કહેવું છે કે આજકાલ તાકાત સમાજના માત્ર કેટલાક હિસ્સાને જ મળી શકે છે, અને તે જ બદલવા માગું છું.
તેમણે ગોશામહલ વિધાનસભા ક્ષેત્ર જ કેમ પસંદ કર્યું, પૂછવા પર ટ્રાન્સજેન્ડર સામાજિક કાર્યકર્તા ચંદ્રમુખીએ જવાબ આપ્યો કે, 'આ વિસ્તારના ઉત્તર ભાગમાં મોટાભાગે વેપારીઓ વસેલા છે, તથા અહિંની મહિલાઓને પણ ટ્રાન્સજેન્ડરની સમસ્યા વિશે જાણકારી છે.' ચંદ્રમુખીએ કહ્યું કે જો ચૂંટણી જીતી તો હું બાળશ્રમની સમસ્યા પર ફોકસ કરીશ, જે આ વિસ્તારમાં વધુ છે અને એ સુનિશ્ચિત કરીશ કે ગરીબો માટે બનાવવામાં આવેલી આવાસ યોજના યોગ્ય રીતે લાગુ થઈ શકે. જણાવી દઈએ કે મૂળ રૂપે પુરુષ તરીકે જન્મેલી ચંદ્રમુખીએ 15 વર્ષ પહેલા લિંગ પરિવર્તન કરાવવા માટે ઓપરેશન કરાવી લીધું હતું, અને ત્યારથી જ તે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો સાથે રહે છે.
આ પણ વાંચો- પીએમ મોદી સામે રાહુલના મુકાબલે ચંદ્રાબાબુ નાયડુ પ્રબળ દાવેદાર કેમ છે?












Click it and Unblock the Notifications
