For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી સામે રાહુલના મુકાબલે ચંદ્રાબાબુ નાયડુ પ્રબળ દાવેદાર કેમ છે?

રાહુલ કે અન્ય નેતાઓની તુલનામાં નાયડુ પીએમ મોદી સામે મોરચા માટે વધુ પ્રભાવશાળી નેતાના રૂપમાં ઉભરીને સામે આવતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુની પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે બેઠક ઘણી મહત્વની રહી હતી. આને ઘણા લોકો નાયડુ દ્વારા નરેન્દ્ર મોદી સામે ગઠબંધનની તૈયારી કરવાની કોશિશના રૂપમાં જોઈ રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીને જોતા આ મુલાકાતનું ઘણુ મહત્વ હોઈ શકે છે. મમતા બેનર્જી ઘણીવાર ભાજપ અને પીએમ મોદી સામે ખુલીને બોલતા આવ્યા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીનો કોંગ્રેસ પર હુમલોઃ ભ્રષ્ટાચાર સામે નોટબંધી જેવી સ્ટ્રોંગ દવાનો ઉપયોગ કરવો પડ્યોઆ પણ વાંચોઃ પીએમ મોદીનો કોંગ્રેસ પર હુમલોઃ ભ્રષ્ટાચાર સામે નોટબંધી જેવી સ્ટ્રોંગ દવાનો ઉપયોગ કરવો પડ્યો

નાયડુ ભાજપ સામે મોરચાની તૈયારી કરી રહ્યા છે

નાયડુ ભાજપ સામે મોરચાની તૈયારી કરી રહ્યા છે

નાયડુ કોલકત્તામાં 19 જાન્યુઆરીના રોજ યોજાનાર મમતા બેનર્જીની રેલીમાં પણ શામેલ થશે. ચંદ્રબાબુ નાયડુ એચડી દેવગૌડા અને કર્ણાટકના સીએમ કુમારસ્વામી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. જો કે આ પ્રકારની કોશિશો પહેલા પણ થઈ છે જ્યારે સ્થાનિક પક્ષોએ ગઠબંધનની પહેલ કરી છે પરંતુ તેમના પગલા ખાસ પ્રભાવ પાડી શકતા દેખાઈ નથી રહ્યા. પરંતુ નાયડુના નેતૃત્વ કરવાથી આ નવા ગઠબંધન અંગે અપેક્ષા વધવા લાગી છે.

અન્યની તુલાનામાં નાયડુની પ્રભાવી છબી

અન્યની તુલાનામાં નાયડુની પ્રભાવી છબી

રાહુલ કે અન્ય નેતાઓની તુલનામાં નાયડુ પીએમ મોદી સામે મોરચા માટે વધુ પ્રભાવશાળી નેતાના રૂપમાં ઉભરીને સામે આવતા જોવા મળી રહ્યા છે. તેનુ પહેલુ કારણ તેમની છબી છે. 68 વર્ષના નાયડુ રાજકીય દ્રષ્ટિથી પોતાની વાત મમતા, માયાવતી કે પછી અખિલેશ યાદવની તુલનામાં વધુ સારી રીતે રાખે શકે છે. દક્ષિણમાં પણ તેમના અન્ય નેતાઓની તુલનામાં વધુ પ્રભાવ છે જ્યાં ભાજપ ઘણુ નબળુ રહ્યુ છે.

પીએમ મોદી સામે નેતૃત્વની રેસમાં નાયડુ દેખાઈ રહ્યા છે આગળ

પીએમ મોદી સામે નેતૃત્વની રેસમાં નાયડુ દેખાઈ રહ્યા છે આગળ

બીજા પાસાં એ છે કે નાયડુ માયાવતી અને અખિલેશની જેમ જાતિવાળા મુદ્દા ઉપર નેતાના રૂપમાં જોવામાં આવે છે પોતાની પ્રશાસનિક સૂઝબુઝના કારણે પણ તે અન્ય નેતાઓ પર ભારે છે. વળી, બીજા પક્ષ ગઠબંધનની કવાયતમાં કોંગ્રેસના વરિષ્ઠ હિસ્સેદાર માનતા રહ્યા છે. પરંતુ નાયડુના આવવાથી આમાં બદલાવ આવી શકે છે. રાહુલ ગાંધી અંગે અન્ય દળોમાં અસંતોષના કારણે નાયડુને આનો પણ ફાયદો મળી શકે છે. નાયડુ દક્ષિણના રાજ્યોમાં પણ તે વધુ પ્રભાવી છે.

આ પણ વાંચોઃ પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસોઆ પણ વાંચોઃ પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

English summary
Why Naidu is a far better opponent to Modi than Rahul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X