તેલંગાણા સરકાર 3 હજાર પલ્લે દવાખાના ખોલશે!

તેલંગાણા સરકારે રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટે કમર કસી છે. સરકાર રાજ્યભરમાં બસ્તી દવાખાનાઓની તર્જ પર એક સાથે 3,000 પલ્લે દવાખાના શરૂ કરવા જઈ રહી છે.

તેલંગાણા સરકારે રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટે કમર કસી છે. સરકાર રાજ્યભરમાં બસ્તી દવાખાનાઓની તર્જ પર એક સાથે 3,000 પલ્લે દવાખાના શરૂ કરવા જઈ રહી છે. જેના માટે 30 દિવસમાં 1,000 ડોક્ટરોની ભરતી કરવામાં આવશે.

Telangana

રાજ્ય સરકારની બસ્તી દવાખાનાની પહેલની સફળતા બાદ સરકારે આપેલી માહિતીના આધારે આ દવાખાના ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો બસ્તી દવાખાનામાં પહોંચીને પોતાની સારવાર કરાવી રહ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે ગામડાઓમાં મોસમી રોગોનો પ્રકોપ જોવા મળે છે અને લોકો શરૂઆતમાં ધ્યાન આપતા નથી અને ઈમરજન્સીના કિસ્સામાં શહેરની હોસ્પિટલોમાં દોડી જાય છે. તેલંગાણાએ હવે એવુ દવાખાનું બનાવ્યું છે, જે ગ્રામીણ લોકોને ઉપયોગી થશે.

અધિકારીના જણાવ્યા અનુસાર, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ રાજ્યમાં ચાર પલ્લે દવાખાના ખોલવામાં આવશે. પલ્લે દવાખાનાઓમાં એક ડૉક્ટર, સ્ટાફ નર્સ અને એક સહાયક હશે. જે દર્દીઓને કાઉન્સેલિંગ, સારવાર, બીપી ચેકઅપ અને કેન્સર સ્ક્રીનીંગ અને 56 પ્રકારના ટેસ્ટ જેવી સેવાઓ પૂરી પાડશે. દર્દીઓને સલાહ ઉપરાંત મફત દવાઓ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X