Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પત્નીની ગેરહાજરીમાં સાસુ સાથે કરી હેવાનિયત, પછી બોલ્યોઃ માફ કરી દો

સંબંધને શર્મશાર કરે તેવો કેસ તેલંગાનાના પંજાગુટ્ટા વિસ્તારથી સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ દારૂના નશામાં પોતાની જ 48 વર્ષીય સાસુ પર બળાત્કાર કર્યો.

દેશમાં બળાત્કારની ઘટનાઓ ઘટવાનુ નામ નથી લઈ રહી, રેપ સામે કડક કાયદાઓ બનાવવા માટે લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વળી, સોશિયલ મીડિયા પર પણ આ માટે હોબાળો મચેલો છે. મહિલા સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ઠેર ઠેર માર્ચ પણ કરવામાં આવી રહી છે પરંતુ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને ના તો કાયદાની બીક છે અને ના તેમના પર વિરોધ પ્રદર્શનની કોઈ અસર પડી રહી છે.

સાસુ સાથે જમાઈએ કરી હેવાનિયત

સાસુ સાથે જમાઈએ કરી હેવાનિયત

સંબંધને શર્મશાર કરે તેવો કેસ તેલંગાનાના પંજાગુટ્ટા વિસ્તારથી સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ દારૂના નશામાં પોતાની જ 48 વર્ષીય સાસુ પર બળાત્કાર કર્યો. પોલિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘટના 13 ડિસેમ્બરની છે જ્યારે આરોપી વ્યક્તિ રાતના સમયે પોતાની સાસુના રૂમમાં ઘુસ્યો અને તેમના પર બળાત્કાર કર્યો. મહિલા ઘણા વર્ષોથી પોતાની દીકરી અને જમાઈ સાથે રહેતા હતા.

રૂમમાં એકલા સૂઈ રહ્યા હતા

રૂમમાં એકલા સૂઈ રહ્યા હતા

મહિલા પોલિસના એક અધિકારીએ જણાવ્યુ કે 48 વર્ષીય મહિલા સાથે બળાત્કારના આરોપમાં 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છ. મહિલાએ શુક્રવારે પોલિસને આ અંગેની માહિતી આપી અને આરોપી સામે ફરિયાદ નોંધાવી. મહિલાનો આરોપ છે કે તે રાતે સૂઈ રહ્યા હતા ત્યારે તેમનો જમાઈ ચૂપકેથી રૂમમાં ઘૂસ્યો અને તેમના પર બળાત્કાર કર્યો. મહિલાના આરોપ પર પોલિસે ફરિયાદ નોંધી લીધી છે અને કેસની તપાસ કરી રહ્યા છે.

આરોપીએ પત્ની પાસે માંગી માફી

આરોપીએ પત્ની પાસે માંગી માફી

મળતી માહિતી મુજબ પીડિત મહિલા ઘણા વર્ષોથી પોતાની દીકરી અને જમાઈ સાથે તેમના ઘરમાં રહેતા હતા. જે દિવસે તેમની સાથે હેવાનિયત કરવામાં આવી તે સમયે દીકરી પોતાના કામના અનુસંધાનમાં શહેરથી બહાર ગયા હતા. પોલિસે આરોપી સામે આઈપીસીની કલમ 376 (બળાત્કાર) હેઠળ કેસ નોંધ્યો છે. પોલિસ આગળની તપાસ કરી રહી છે. વળી, આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેણે આના માટે પત્નીની માફી માંગી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X