For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગણા મુદ્દોઃ રેડ્ડીએની સોનિયા ગાંધી સાથે મુલાકાત

By Super
|
Google Oneindia Gujarati News

cm-kiran-kumar-reddy
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરીઃ અલગ રાજ્ય બનાવવાના મુદ્દે ત્વરિત નિર્ણય કરવા માટે તેલંગણા સમર્થક સમૂહો તરફથી વધી રહેલા દબાણ વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીએ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત કરી અને મામલે ચર્ચા કરી.

સોમવારે સવારે રાજધાની પહોંચ્યા બાદ રેડ્ડીએ રાજ્યમાં પ્રભારી એઆઇસીસીના મહાસચિવ ગુલામ નબી આઝાદ સાથે એક કલાક સુધી બેઠક કરી. ત્યાર બાદ તે સોનિયા ગાંધીના આવાસે ગયા જ્યાં કોંગ્રેસ અધ્યક્ષના રાજકિય સચિવ અહમદ પટેલ પણ તેમની સાથે ગયા.

પાર્ટીના પ્રવક્તા પીસી ચાકોએ 30 જાન્યુઆરીએ કહ્યું હતું કે કોંગ્રેસ તેલંગણાની રચના વિરુદ્ધ નથી પરંતુ ઔપચારિકતાઓને પૂર્ણ કરવા માટે તેમને સમયની જરૂરત છે. તેમણે સંકેત આપ્યા હતા કે આ પ્રક્રિયાને ઝડપ કરવામાં આવી છે. ચાકોએ કહ્યું કે, કોંગ્રેસ તેલંગણા રાજ્ય વિરુદ્ધ નથી. અમે નિર્ણય લેવાની પ્રક્રિયામાં છીએ પરંતુ ઔપચારિકતાઓને પૂર્ણ કરવી પડશે.

નોંઘનીય છે કે તેલંગણા પર 28 ડિસેમ્બરે સર્વદળીય બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે આ મુદ્દા પર નિર્ણય એક મહિનાની અંદર લેવામાં આવશે. તેને ધ્યાનમા રાખીને મહિનાની અંદર નિર્ણય લેવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડી અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બોત્સા સત્યનારાયણ તેલંગણા મુદ્દે પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા માટે સોમવારે દિલ્હી પહોંચ્યા છે.

English summary
Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy today met Congress President Sonia Gandhi and discussed the Telangana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X