સોનિયા ગાંધી બની ‘મા તેલંગણા’ બની રહ્યું છે મંદિર

Posted By:
Subscribe to Oneindia News

હૈદરાબાદ, 9 જાન્યુઆરીઃ દેશની સૌથી મોટી અને સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીમાં ચાપલૂસીની કોઇ હદ નથી. આલાકમાનને ખુશ કરવા માટે તેમના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સમગ્ર દેશના માતા ગણાવ્યા હતા અને હવે આંધ્રના એક ધારાસભ્યે સોનિયાને ભગવાનનો દરરજો આપી દીધો છે.

ચાપલૂસી કરતા નેતાઓથી ભરેલી આ પાર્ટીએ તેલંગણા માટે સોનિયાનો આભાર વ્યક્ત કરવાના હેતુસર તેમને ભગવાનનો દરરજો આપતા તેમના માટે મંદિરના નિર્માણના કાર્યની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી હવે ‘મા તેલંગણા' થઇ ગઇ છે. આંધ્ર પ્રદેશના એક કોંગ્રેસ ધારાસભ્ય તેલંગણાની રચનાની જાહેરાતથી એટલા ખુશ થઇ ગયા કે તેમણે સોનિયા ગાંધીનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે.

સોનિયા ગાંધી હવે ‘મા તેલંગણા'

સોનિયા ગાંધી હવે ‘મા તેલંગણા'

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી હવે ‘મા તેલંગણા' થઇ ગઇ છે. આંધ્ર પ્રદેશના એક કોંગ્રેસ ધારાસભ્ય તેલંગણાની રચનાની જાહેરાતથી એટલા ખુશ થઇ ગયા કે તેમણે સોનિયા ગાંધીનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે.

 સોનિયા ગાંધીની 9 ફૂટ ઉંચી મૂર્તિ

સોનિયા ગાંધીની 9 ફૂટ ઉંચી મૂર્તિ

આ મંદિરમાં સોનિયા ગાંધીની 9 ફૂટ ઉંચી મૂર્તિ બનાવવામાં આવશે. ધારાસભ્ય પી શંકર રાવ સિંકદરાબાદ કેંટ બેઠક પરથી ચૂંટાયેલા છે અને તેલંગણાના નિર્માણથી તેઓ ઘણા ઉત્સાહિત છે. આ ખુશીમાં તે સોનિયા માટે મંદિરનું નિર્માણ કરાવી રહ્યાં છે.

મા તેલંગણાની તર્જ પર સોનિયાની મૂર્તિ

મા તેલંગણાની તર્જ પર સોનિયાની મૂર્તિ

મંદિરમાં લગાવવામાં આવેલી સોનિયાની મૂર્તિને જાણીતા તેલંગણા તલ્લી એટલે મા તેલંગણાની તર્જ પર બનાવવામા આવશે. કાંસેની આ મૂર્તિનું વજન500 કેજી હશે.

સોનિયાની મૂર્તિનું ક્લે મોડલ પ્રદર્શિત

સોનિયાની મૂર્તિનું ક્લે મોડલ પ્રદર્શિત

મૂર્તિ બનાવવાનું કામ 9 ડિસેમ્બરથી શરૂ થઇ ગયુ છે. ખાસ વાત એ છે કે એ દિવસે જ સોનિયા ગાંધીનો જન્મ દિવસ પણ હતો. વિજયવાડામાં રાવે પોતાની પુત્રી સોનિયા સાથે સોનિયાની મૂર્તિનું ક્લે મોડલ પ્રદર્શિત કર્યું.

English summary
A former Telangana minister and Congress MLA P Shankar Rao, has laid foundation for Sonia Gandhi's temple in his agriculture field in Mahaboobnagar district.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.