ઉશ્કેરણીજનક પોસ્ટના કારણે ભિવંડીમાં વાતાવરણ તંગ

પોલીસે કહ્યું કે, આફતાબ હુસૈન શેખની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની ધારા 295(ધાર્મિક સ્થળને નુક્સાન પહોંચાડવું) અને આઇટી એક્ટ 67-એ હેઠળ ભિવંડી શહેર, ભોઇવાડા અને ઠાણેના રાબોદી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા તણાવગ્રસ્ત ભિવંડીમાં પોસ્ટની વાત ફેલાતા ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિસ્તારમાં પહેલા પણ સાંપ્રદાયિક તણાવને સહન કરી ચૂક્યું છે
આ વચ્ચે ભિવંડી શહેર અને રાબોદી વિસ્તારમાં કોઇપણ અઘટિત ઘટના ના ઘટે તે માટે સુરક્ષાદળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. પોલીસે એ સમાચારોની પૃષ્ટિ કરી નથી કે ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા વાહનો પર હુમલો કરવામાં આવ્યો અને પોલીસ તરફથી તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ઠાણે પોલીસ આયુક્ત કે પી રઘુવંશીએ સ્થિતિની ચકાસણી કરવા માટે શહેરનો પ્રવાસ કર્યો. પરિસ્થિતિને વધુના બગડે તે માટે પોલીસ બન્ને સમુદાયના નેતાઓનો સહયોગ લઇ રહ્યાં છે. સાથે જ બન્ને સમુદાયોના સભ્યોને સંયમ રાખવાની અપીલ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
