Terror Attack : જમ્મુ કાશ્મીરમાં LOC પાસે આતંકી હુમલો, 2 જવાન સહિત 4 નાં મોત

Terror Attack : નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં સેનાના જવાનો સતત તેમના જીવ ગુમાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરમાં વધુ એક હુમલામાં સેનાના 2 જવાનો સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સમાચારો અનુસાર, એલઓસી પાસે આંતકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યુ. આ ઘટનામાં 2 જવાનો શહિદ થયા છે. હુમલામાં 2 બે લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.

Terror Attack

એલઓસી નજીક બોટાપથર ગુલમર્ગના નાગીન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના વાહન પર આ હુમલો થયો. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ઉત્તર કાશ્મીરના બુટા પાથરી વિસ્તારમાં સેનાના વાહનો પર થયેલા હુમલા અંગેના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર મળ્યા, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા અને માર્યા ગયા છે.

તેમણે કહ્યું કે, કાશ્મીરમાં તાજેતરના હુમલાઓની આ શ્રેણી ગંભીર ચિંતાનો વિષય છે. હું આ હુમલાની સખત નિંદા કરું છું અને જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું પણ પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો સંપૂર્ણ અને ઝડપથી સાજા થાય.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ હુમલાને લઈને શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, બારામુલ્લામાં સેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાથી આઘાત અને ખૂબ જ દુઃખી છું, જેમાં એક નાગરિકનું મોત થયું છે. હું સ્પષ્ટપણે આની નિંદા કરું છું અને ઘાયલ સૈનિકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.

જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં સતત હુમલા થઈ રહ્યા છે. મોદી સરકારના દાવા વચ્ચે સેનાના જવાનોએ આતંકીઓની ગોળીઓનો ભોગ બનવુ પડી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X