શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં BSFનો જવાન શહીદ

દક્ષિણી કાશ્મીરના ડિવાયએસીએ જણાવ્યું કે સવારે સાડા આઠ વાગ્યે એક વાહન બીએસએફના જવાનોને લઇને જઇ રહ્યું હતું. આ દરમિયાન શ્રીનગર ચરારે શરીફ માર્ગ પર મેથન ક્રોસિંગની નજીક આતંકવાદીઓએ હુમલો કરી દીધો. આ હુમલામાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થઇ ગયા. જોકે ડ્રાઇવર વાહનને કોઇ પણ રીતે એક કિલોમીટર દુર લઇ જવામાં સફળ રહ્યો.
આ ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં એક જવાન કૃષ્ણા કલિતાની મોત થઇ ગઇ હતી. જોકે ઘાયલોમાં એકની હાલત હજી પણ ગંભીર છે. સુરક્ષા દળોએ હુમલાખોરોની તલાશી માટે વ્યાપક અભિયાન શરૂ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ગઇ 13 માર્ચના રોજ બેમિના વિસ્તારમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના એક શિબિર પર ફિદાઇની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 5 જવાનોના મોત થઇ ગયા હતા અને સાત જવાનો ઘાયલ થયા હતા. જોકે ભારતીય જવાનોએ આ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.












Click it and Unblock the Notifications
