હાલ લાલ કિલ્લાના દોષિતોને ફાંસી નહીં અપાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 28 એપ્રિલ : ભારતની સર્વોચ્ચ અદાલતે 22 ડિસેમ્બર, 2000ના લાલ કિલ્લાના હુમલામાં દોષિત મોહમ્મદ આરિફની ફાંસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. મોહમ્મદ આરિફ 13 વર્ષ 4 મહિનાથી જેલમાં બંધ છે.
નવેમ્બર 2005માં આરિફને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2007માં હાઇકોર્ટે અને વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખી હતી.

આજે સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસને બંધારણીય પીઠને સમીક્ષા માટે મોકલી આપ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે આજે રિવ્યુ પીટીશનની સુનવણી કરતા સમયે કેસ બંધારણીય પીઠને સોંપી આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર, 2000ના રોજ લશ્કર એ તૈબાના 6 આતંકવાદીઓએ લાલ કિલ્લા પર હુમલો કર્યો હતો અને લશ્કરના કેમ્પમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણના મોત થયા હતા.












Click it and Unblock the Notifications
