For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પોલીસને મોટી સફળતા, આતંકી ફસીહની ધરપકડ

By Super
|
Google Oneindia Gujarati News

arrest
નવીદિલ્હી, 22 ઑક્ટોબરઃ દિલ્હી પોલીસને મોટી સફળતાં હાથ લાગી છે. આઇએમ આતંકવાદી ફસીહ મહમૂદની ધરપકડ કરવામાં આવી છે. ફસીહની સાઉદી અરબમાં જૂન 2012માં ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે તેનું દિલ્હીમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.

સાઉદી અરબ સાથે વાતચીત અને તમામ દસ્તાવેજ રજૂ કર્યા પછી તેની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફસીહ ઇન્ડિયન મુજાહિદ્દીનના સંસ્થાપકોમાંનો એક હોવાનું જણાવવામાં આવ્યું છે, તેના લશ્કર એ તૈયબા સાથે પણ સંબંધો હોવાનું બહાર આવ્યું છે.

વ્યવસાયે એન્જીનીયર અને કથિત રીતે ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય ફસીહ પર બેંગ્લોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિસ્ફોટ તથા દિલ્હીની જામા મસ્જિદ પાસે 2010માં ગોળીબારનો પણ આરોપ છે અને બિહારમાં જન્મેલો ફસીહ દિલ્હી તથા કર્ણાટક બન્ને રાજ્યોમાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો.

ફસીહના નામે છેલ્લા નવ મહિના દરમિયાન ધરપકડ કરાયેલા ઇન્ડિયન મુજાહિદ્દીનના કથિત આંતકવાદીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યો હતો. ભારતે સાઉદી અરબથી ફસીહના પ્રત્યાર્પણની માંગ કરી હતી. ઇન્ટરપોલ તરફથી ફસીહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

English summary
Fasih Mohammad, who allegedly played a key role in bomb blasts in Delhi and Bangalore, has been arrested at the Delhi airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X