અવંતિપુરામાં સેનાએ એનકાઉન્ટરમાં એક આતંકીનો કર્યો ઠાર
જમ્મુ કાશ્મીરના અવંતિપુરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અવંતિપુરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટર અવંતિપુરાના ત્રાલ વિસ્તારમાં ચાલી રહ્યુ છે. રિપોર્ટ મુજબ સુરક્ષાકર્મીઓને એ અંગે માહિતી મળી હતી કે વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા છે ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારમાં ઘેરાબંધી શરુ કરી દીધી. આ એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે, હજુ સુધુ માર્યા ગયેલ આતંકીની ઓળખ થઈ શકી નથી. હાલમાં એનકાઉન્ટર ચાલુ છે.













Click it and Unblock the Notifications
