BSF કેમ્પ પર આતંકી હુમલો, 3 આતંકીઓને કરાયા ઠાર
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર થયો આતંકી હુમલો. આ હુમલામાં 3 જવાનો થયા ઇજાગ્રસ્ત અને 1 આંતકીને ઠાર મરાયો. વધુમાં શ્રીનગર એરપોર્ટને પણ સુરક્ષા કારણોથી બંધ કરાયું.
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આંતકીઓએ શ્રીનગર એરપોર્ટ પાસે આવેલા બીએસએફ બટાલિયન કેમ્પ પર હુમલો કર્યો છે. જાણકારી મુજબ બીએસએફ કેમ્પ પર ફિદાયીન હુમલો થયો છે. શ્રીનગરની 182 બીએસએફ બટાલિયન પર થયેલા આ આત્મધાતી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી છે. બીએસએફ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તે મુજબ સવારે 4:30 આતંકીઓએ બીએસએફ કેમ્પમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો. જેને સેનાએ સફળ ના થવા દીધો તે પછીથી સેના અને આતંકીઓ વચ્ચે હાલ સામ સામે ગોળીબારી ચાલી રહી છે. જેમાં સેના દ્વારા કુલ 3 આંતકીને મારી નાખવામાં આવ્યા છે.

જ્યારે આ હુમલામાં ત્રણ જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક જવાન શહીદ થયો હોવાની જાણકારી મળી છે. જે બાદ સલામતી કારણો સર એરપોર્ટથી જતા તમામ વહાનોને રોકી દેવામાં આવ્યા છે. અને એરપોર્ટ પણ સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી સીલ કરવામાં આવ્યું છે. જો કે આના કારણે એરપોર્ટ પાસે ગાડીઓની લાંબી લાઇનો લાગી છે. તેમ જ એરપોર્ટ અને ત્યાંથી પસાર થતા રસ્તા પર સુરક્ષા વધારવામાં આવી છે. નોંધનીય છે કે આ આતંકી હુમલા પછી સવારે 10:30 દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથ સિંહા પણ એક ઉચ્ચ સ્તરીય મીટિંગ બોલાવી ઘટના અંગે જાણકારી મેળવી હતી. જો કે આ હુમલા પછી મેટ્રો સીટે એરપોર્ટ પર પણ હાઇ એલર્ટ જાહેર કરાયું છે. સાથે બીએસએફ કેમ્પ ગેટ પાસેથી 5 કિલો વિસ્ફોટ પદાર્થ પણ સેનાને મળી આવ્યો છે.












Click it and Unblock the Notifications
