પંપોરમાં સેનાની ટુકડી પર હુમલો, 3 જવાન શહીદ

Posted By:
Subscribe to Oneindia News

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલ પંપોરમાં ભારતીય સેનાની ટુકડી પર આતંકી હુમલો થયો હોવાની ખબર આવી છે. છાપો મારીને કરવામાં આવેલા આ હુમલામાં સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે. આ ધટના ત્યારે થઇ જ્યારે સેનાની ટુકડી નેશનલ હાઇવે વનથી પસાર થઇ રહી હતી. આતંકીઓએ અચાનક ફાયરિંગ કરવાની શરૂઆત કરી હતી. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કરી હતી.

army

નોંધનીય છે કે આ બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સીઆરપીએફના ડીજીના કહેવા મુજબ જે જગ્યાએ હુમલો થયો ત્યાં ખૂબ જ ભીડ હતી. એટલે સેના વળતો જવાબ ના આપી શકે. આ ધટનામાં ત્રણ જવાનો શહીદ થયા છે. નોંધનીય છે કે ગત બે અઠવાડિયામાં પુલવામાં બેંક લૂટવાની પણ ધટનાઓ થઇ ચૂકી છે.

English summary
Terrorists fired at an army convoy in Pampore, Pulwama district Jammu Kashmir. According to Indian Army three soldiers have been martyred.
Please Wait while comments are loading...