‘આતંકવાદી યાસિનને છોડાવવા માટે થઇ શકે છે કેજરીવાલનું અપહરણ’
નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે, તેમ દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને આપવામાં આવી છે અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસના સૂત્રોએ કહ્યું છે કે દેશમાં અનેક આતંકી ઘટનાઓને માસ્ટર માઇન્ડ યાસિન ભટકળને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે. નોંધનીય છે કે, યાસિન ભટકળ દેશના અનેક વિસ્ફોટોનો માસ્ટર માઇન્ટ માનવામાં આવે છે, ગત વર્ષે 27મી ઑગસ્ટે તેની બિહારના મોતિહારી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
