કોંગ્રેસને ઉખાડી ફેંકવા બાલ ઠાકરેનો હુંકાર

ઠાકરેએ શિવસેનાના મુખપત્ર 'સામના'માં લખ્યું છે કે 'કોંગ્રેસને ઉખાડી ફેંકો અને અંધારાને હંમેશ માટે સમાપ્ત કરી નાખો.' સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લેનારા બાલ ઠાકરેએ ઓક્ટોબરમાં દશેરા દરમિયાન વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ' કેન્દ્ર અને રાજ્યોમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકો જે કેંસર છે'
શિવસેના પ્રમુખે વધતા ભાવો, વીજળીની અછત, ભ્રષ્ટાચાર, ભારત-પાક સંબંધો જેવા મહત્વના વિષયો પર ધ્યાન નહી આપવાના કારણે કોંગ્રેસ સરકારને ઉખાડી ફેંકવા હુંકાર ભર્યો હતો. તેમણે જણાવ્યું કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે કહે છે કે પાકિસ્તાનની સાથે ક્રિકેટમેચ રમવાથી સમાધાન નીકળી શકે છે. ઠાકરેએ ગઇકાલે કહ્યું હતું કે તેઓ બિમાર છે પરંતુ વેન્ટિલેટર પર નથી.












Click it and Unblock the Notifications
