For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કસાબને પકડવા બદલ દેશનું તુકારામને ધન્યવાદ

By Super
|
Google Oneindia Gujarati News

tukaram-ombale
26/11 હુમલા દરમિયાન પકડાયેલા એકમાત્ર જીવીત આતંકવાદી અજમલ કસાબને આજે ફાંસ આપવામાં આવી. દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને પ્રતિક્રિયામાં પણ આવી રહી છે. આ બધાને સાથોસાથ દેશએ તુકારામ ઓમ્બલેને ધન્યવાદ પાઠવવા જોઇએ. જીહાં, આ એ જ તુકારામ ઓમ્બેલે છે જેના કારણે આજે આ ખુશી આપણને મળી છે.

મહારાષ્ટ્ર પોલીસના આસિસ્ટેન્ટ સબ ઇન્સપેક્ટર તુકારામ નિવૃત સૈન્યકર્મી હતી, જે પોલીસમાં જોડાયા હતા. 26 નવેમ્બર 2008માં જ્યારે મુંબઇમાં હુમલો થયો, એ સમયે તુકારામે એક આતંકવાદીને ઠાર માર્યો, એટલું જ નહીં પરંતુ અજમલ કસાબના પગમાં ગોળી મારી અને તેને પકડી પાડ્યો. કસાબને પકડ્યા પછી ઓમ્બલેએ પોતાની ટીમને સૂચના આપી. તેમની ટીમ પહોંચી ત્યા સુધીમાં કસાબે તુકારામ પર ગોળીઓ વરસાવી.

તુકારામ ઘટનાસ્થળે જ શહિદ થઇ ગયા, પરંતુ દેશ માટે એક મોટુ કામ કરતા ગયા. તેમની ગોળીથી ઘાયલ થયેલો કસાબ ચાલી શકે તેમ નહોતો. પોલીસકર્મીઓએ તેને તુરત પકડી લીધો. ચાર વર્ષ આર્થર રોડ જેલમાં બંધ રહ્યા પછી બુધવારે સવારે કસાબને ફાંસી આપવામાં આવી.

આ વચ્ચે તુકારામને અશોક ચક્રથી નવાજવામાં આવ્યા. સીએનએન ગ્રુપે તેમને મેન ઇન્ડિયન ઓફ ધ યરના એવોર્ડથી નવાજ્યા. મરલોપરાંત આ પુરસ્કરોથી કદાચ તુકારામની આત્માને શાંતિ નહીં મળી હોય, જેટલી શાંતિ આજે મળી હશે. આખા દેશ તરફથી વન ઇન્ડિયા ફરી એકવાર દેશના સિપાહી તુકારામ ઓમ્બલેને નમન કરે છે.

સાથોસાથ અમે નમન કરીએ છીએ 26/11 હુમલામાં શહિદ થયેલા હેમંત કરકરે, સંદીપ ઉન્નીકૃષ્ણન, વિજય સાલસ્કર, અશોક કામટે અને હવલદાર ગજેંદર સિંહ. આ લોકોએ દેશ માટે લડતાં-લડતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.

English summary
Today is the day when India must say thanks to Tukaram Omble for capturing Ajmal Kasab. He was the only man who fought courageously.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X