વરસાદે લગાડ્યા તાજમહાલની સુંદરતામાં ચાર ચાંદ

આગરામાં યમુના ખતરાના નિશાન 495 ફૂટથી પાંચ ફૂટ નીચે પહોંચી ચૂકી છે. શહેરનું તાપમાન 40 ડીગ્રીથી સીધું 30 ડિગ્રી પર જઇ રહ્યું છે. આવનારા થોડા દિવસોમાં શહેરમાં વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વરસાદ બાદ નિખરેલા તાજમહાલની સુંદરતાને જોતા તેને નિહાળવા માટે વધું પ્રવાસીઓ આવી રહ્યા છે. આગરામાં પ્રાચીન વિરાસતો માટે હેરિટેજ વોકનું આયોજન કરનાર સંસ્થા 'આગરા બીટ'ના અમિત સિસોદિયાએ કહ્યું કે 'તાજની પાછળ થઇને વહેનાર યમુના નયનરમ્ય દ્રશ્ય ઉપસાવી રહી છે.'
તેમણે કહ્યું કે 'છેલ્લા કેટલાંક સમયથી લગભગ કેનાલમાં ફેરવાઇ ગયેલી યમૂનાએ પોતનું અસલી રૂપ પામી લીધું છે, જેણે એક સમયમાં પોતાના રૂપના કારણે મુગલોને પોતાના ખોળામાં આ સુંદર મહાલના નિર્માણ માટે આકર્ષિત કર્યા હતા.' તાજમહાલ ભારતનું સૌથી દર્શનીય પ્રવાસન સ્થળ છે.












Click it and Unblock the Notifications
