સંસદના વિશેષ સત્રનો એજન્ડા સામે આવ્યો, આ ચાર મહત્વના બીલ રજુ કરાશે

સંસદના વિશેષ સત્રને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે વિપક્ષી પાર્ટીના તાનાશાહીના આરોપો બાદ આખરે એજન્ડા સામે આવ્યો છે. આ સ્પેશિયલ સત્રમાં આઝાદીના 75 વર્ષની ઉબલબ્ધીઓ પર ચર્ચા થશે.

આ સિવાય એજન્ડામાં ચાર બિલ પણ સામેલ છે. આ 4 બિલમાં એડવોકેટ બિલ, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2023, પોસ્ટ ઑફિસ બિલ અને વિવાદાસ્પદ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર બિલ સામેલ છે.

special session of Parliament

વિવાદાસ્પદ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર બિલમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની જોગવાઈ છે. આ ત્રણ સભ્યો પીએમ, કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા હશે.

જણાવી દઈએ કે, આ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની સમિતિમાં મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ નવા બિલમાં CJIનો સમાવેશ ન કરવા બદલ વિપક્ષ હમલાવર છે.

આ પહેલા સરકારે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્ર પહેલા 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી. વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહોમાં પ્રશ્નકાળ અને બિન-સત્તાવાર કામકાજ થશે નહીં.

બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ આ સત્ર અંગે કહ્યું છે કે, તે 18 સપ્ટેમ્બરથી બોલાવવામાં આવેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રમાં દેશને લગતા મુખ્ય મુદ્દાઓ પર સકારાત્મક સહયોગ આપવા માંગે છે પરંતુ તે જણાવવાની જરૂર છેકે સરકારનો આ બેઠક માટે ચોક્કસ એજન્ડા શું છે?

કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, જાતિ ગણતરી, ચીન સાથેની સરહદ પર મડાગાંઠ અને અદાણી જૂથની ચર્ચા કરવાની માંગ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X