પાકિસ્તાની યુવક અસલમના પ્રેમમાં પડેલી યુવતીનો મોટો ખુલાસો, અસલમના ઘણા અફેર
આ દિવસોમાં ભારત અને પાકિસ્તાનમાં ઓનલાઈન લવ સ્ટોરીની ખુબ ચર્ચાઓ છે. સીમા હૈદર અને સચિન મીણા તેમજ ભારતની અંજુ અને નસરૂલ્લાની લવ સ્ટોરી વચ્ચે એક નવી લવ સ્ટોરી સામે આવી છે.
પોલીસની નજરે ચડેલી આ લવ સ્ટોરી રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમોધાપુર વિસ્તારના નાંગલ નાથુસર ગામમાં સામે આવી છે. અહીં એક સગીરા તેના પ્રેમીને મળવા પાકિસ્તાન જવા માટે જયપુર એરપોર્ટ પહોંચી ત્યારે પકડાઈ હતી. હવે પોલીસ સામે તેને મોટા ખુલાસા કર્યા છે.

અહેવાલો અનુસાર, પોલીસ પૂછપરછમાં આ યુવતીએ જણાવ્યુ છે કે, એક વર્ષ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનના લાહોરના અસલમ લાહોરી સાથે મિત્રતા કરી હતી. તે તેને મળવા જયપુર એરપોર્ટથી પાકિસ્તાન જવા માંગતી હતી. યુવતીએ જણાવ્યુ કે, અસલમની તેની સ્કૂલની ઘણી છોકરીઓ સાથે મિત્રતા છે.
જયપુરના ડીસીપી ઈસ્ટ જ્ઞાનચંદ યાદવે જણાવ્યું કે, શુક્રવારે બપોરે 2 વાગ્યે આ યુવતી બે છોકરાઓ સાથે જયપુર એરપોર્ટ પહોંચી અને પાકિસ્તાનની ટિકિટ અને ફ્લાઈટ વિશે પૂછપરછ કરી રહી હતી.
યુવતીએ એરપોર્ટ પર સ્ટાફને પાકિસ્તાનની ટિકિટ માટે પૂછ્યું તો ત્યાંના સ્ટાફને આશ્ચર્ય થયુ. યુવતીએ કહ્યું કે, તે પાકિસ્તાનની છે અને ત્રણ વર્ષ પહેલા તેની કાકી સાથે ભારત આવી હતી. હવે તે તેને ઝઘડો થતા પાકિસ્તાન પરત જઈ રહી છે.
એરપોર્ટ સ્ટાફને શંકા જતા સુરક્ષા કર્મચારીઓ અને જયપુર એરપોર્ટ પોલીસે યુવતીની પૂછપરછ શરૂ કરી હતી. આ તપાસમાં યુવતી વાત ખોટુ હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં યુવતીએ જણાવ્યુ કે, તેણે એક વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનના અસલમ સાથે મિત્રતા કરી હતી. લાહોરમાં રહેતો અસલમ લાહોરીએ તેને બુરખો પહેરીને પાકિસ્તાન આવવા કહ્યું હતુ.
તપાસમાં સામે આવ્યુ છે કે, પ્રેમીની વાત માનીને યુવતીએ દુકાનમાંથી બુરખો ખરીદ્યો અને વગર પાસપોર્ટ-વિઝાએ પાકિસ્તાન જવા માટે જયપુર એરપોર્ટ પહોંચી હતી. હવે આ સ્ટોરી ચર્ચાનો વિષય બની છે.
યુવતીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે સીકર જિલ્લાના શ્રીમાધોપુર સબડિવિઝનના નાંગલ નાથુસર ગામની રહેવાસી છે. યુવતીના પિતા સૈનિક છે. માહિતી મળ્યા બાદ તેના સંબંધીઓ યુવતીને મળવા જયપુર પહોંચ્યા છે.












Click it and Unblock the Notifications
