પૂર્વ સાંસદ કમલેશ વાલ્મિકીની લાશ તેમના ઘર પાસે મળવાથી હડકંપ

સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ કમલેશ વાલ્મિકીની તેમના ઘર પાસે લાશ મળવાથી હડકંપ મચી ગયો છે. કમલેશ વાલ્મિકીની લાશ ખુર્જા પાસે તેમના ઘરની નજીક મળી આવી છે.

સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ કમલેશ વાલ્મિકીની તેમના ઘર પાસે લાશ મળવાથી હડકંપ મચી ગયો છે. કમલેશ વાલ્મિકીની લાશ ખુર્જા પાસે તેમના ઘરની નજીક મળી આવી છે. કમલેશ વાલ્મિકી બુલંદશહેરથી સાંસદ હતા. લાશ મળ્યા પછી પોલીસે જણાવ્યું કે શરૂઆતી તપાસમાં એવું લાગે છે કે ઝેર ખાવાને કારણે તેમની મૌત થઇ છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે પરંતુ હજુ સુધી આ વાતની ખબર નથી પડી કે કમલેશ વાલ્મીકિએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

police

પોલીસે જણાવ્યું કે વાલ્મિકીના ભત્રીજા લલિતે બપોરે પોતાના કાકાને આ ઘટનાની જાણકારી આપી હતી. ખુર્જાના ક્ષેત્રાધિકારી ગોપાલ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જયારે પરિવારના લોકોએ ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદર વાલ્મિકીની લાશ પડી હતી. ત્યારપછી લાશને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. પોલીસને આ વાતની શંકા છે કે તેમની મૌત ઝેર ખાવાને કારણે થઇ છે, પરંતુ પોલીસ હજુ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો: અમેઠીમાં સ્મૃતિ ઈરાની નજીકના ભાજપા નેતાની હત્યા, 7 લોકોની અટક

પોલીસે જણાવ્યું કે ખુર્જામાં ઇદગાહ રોડ પર વાલ્મિકીના ઘરે ફોરેન્સિક અને પોલીસ અધિકારીઓની ટીમ પહોંચી અને ત્યાં પુરાવા ભેગા કર્યા. આપને જણાવી દઈએ કે વર્ષ 2009 લોકસભા ચૂંટણી દરમિયાન વાલ્મિકી બુલંદશહેરથી જીત્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X