અમેઠીમાં સ્મૃતિ ઈરાની નજીકના ભાજપા નેતાની હત્યા, 7 લોકોની અટક
ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં સ્મૃતિ ઇરાનીની નજીકના ભાજપા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં સ્મૃતિ ઇરાનીની નજીકના ભાજપા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના વિશે સૂચના મળ્યા પછી એસએસપી ઘ્વારા ગામમાં મોટી સંખ્યામાં પોલીસબલ ગોઠવી દેવામાં આવ્યું છે. ફોરેન્સિક વિભાગે હત્યાની જગ્યાથી કેટલાક પુરાવાઓ પોતાના કબ્જામાં લઈને જાંચ માટે મોકલી આપ્યા છે. આ ઘટના પછી અમેઠી એસએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક શંકાસ્પદ લોકોની અટક કરવામાં આવી છે. હાલમાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમેઠી: સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા

શુ છે મામલો
બદમાશોએ સુરેન્દ્ર સિંહને તે સમયે ગોળી મારી જયારે તેઓ પોતાના ઘણી બહાર સુઈ રહ્યા હતા. તે સમયે બદમાશોએ તેમના પર એક પછી એક ગોળીઓ ચલાવી. ત્યારપછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીંના ડોક્ટરો ઘ્વારા તેમને લખનવમાં રેફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ તેમની મૌત થઇ ગઈ. આ ઘટનાની જાણકારી મળતા જ સુરેન્દ્ર સિંહના ઘરમાં માતમ છવાઈ ગયો. પોલીસ બદમાશોની શોધ કરી રહી છે પરંતુ તેમના વિશે કોઈ જ જાણકારી નથી મળી રહી.

દીકરાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો
સુરેન્દ્ર સિંહના દીકરા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની જીતને કારણે કેટલાક કોંગ્રેસ સમર્થકોને સારું નથી લાગ્યું. અમને આ હત્યા પાછળ કેટલાક લોકો પર શંકા છે. સુરેન્દ્ર સિંહના દીકરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મારા પિતા સ્મૃતિ ઈરાનીના ખુબ જ નજીક હતા. તેઓ 23 કલાક તેમના માટે પ્રચાર કરતા હતા. જયારે સ્મૃતિ ઈરાની અહીંની સાંસદ બની ત્યારે વિજય યાત્રા કાઢવામાં આવી, જે કેટલાક લોકોને ગમી નથી.

થોડા સમયમાં સ્મૃતિ ઈરાની પહોંચશે
આપને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીના ચૂંટણી પ્રચારમાં સુરેન્દ્ર સિંહની અગત્યની ભૂમિકા હતી. તેમની પ્રભાવ ઘણા ગામો સુધી હતો. સ્મૃતિ ઈરાનીએ જાતે જીત્યા પછી અહીંના લોકોનો ટવિટ કરીને આભાર માન્યો હતો. સુરેન્દ્ર સિંહની હત્યાની ખબર મળતા જ સ્મૃતિ ઈરાની દિલ્હીથી લખનવ આવવા માટે નીકળી ચુક્યા છે. તેઓ થોડા સમયમાં અમેઠી પહોંચી જશે.

જાણો યુપી ડીજીપી ઓપી સિંહએ શુ કહ્યું
યુપી ડીજીપી ઓપી સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બારોલીના પૂર્વ ગ્રામ પ્રધાન સુરેન્દ્ર સિંહની હત્યા ની ગહન તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અગત્યના પુરાવા મળ્યા છે. હાલમાં 7 લોકોની પૂછપરછ કરવા માટે અટક કરવામાં આવી છે. ડીજીપી ઘ્વારા 12 કલાકમાં આ હત્યાકાંડનો ખુલાસો કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
