અમેઠી: સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા

અમેઠીમાં મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

અમેઠીમાં મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહ બારોલી ગામના પ્રધાન હતા હજુ સુધી આ બાબતે કોઈ જ માહિતી નથી મળી શકી કે આખરે તેમની હત્યા પાછળ કોનો હાથ હતો અને કયા બદમાશોએ તેમને ગોળી મારી. આ ઘટનાની જાણકારી મળ્યા પછી પોલીસે સુરેન્દ્ર સિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. તેની સાથે સાથે તેઓ આ મામલે જાંચમાં જોડાઈ ગયા છે. જે રીતે હાલમાં જ ચૂંટણી પુરી થઇ છે, ત્યારપછી અમેઠીમાં થયેલી આ ઘટનાએ સનસની મચાવી છે.

Amethi

બદમાશોએ સુરેન્દ્ર સિંહને તે સમયે ગોળી મારી જયારે તેઓ પોતાના ઘણી બહાર સુઈ રહ્યા હતા. તે સમયે બદમાશોએ તેમના પર એક પછી એક ગોળીઓ ચલાવી. ત્યારપછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીંના ડોક્ટરો ઘ્વારા તેમને લખનવમાં રેફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ તેમની મૌત થઇ ગઈ. આ ઘટનાની જાણકારી મળતા જ સુરેન્દ્ર સિંહના ઘરમાં માતમ છવાઈ ગયો. પોલીસ બદમાશોની શોધ કરી રહી છે પરંતુ તેમના વિશે કોઈ જ જાણકારી નથી મળી રહી.

આ પણ વાંચો: CWCએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું, કોંગ્રેસે જનાદેશ સ્વીકાર્યો

આપને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીના ચૂંટણી પ્રચારમાં સુરેન્દ્ર સિંહની અગત્યની ભૂમિકા હતી. તેમની પ્રભાવ ઘણા ગામો સુધી હતો. સ્મૃતિ ઈરાનીએ જાતે જીત્યા પછી અહીંના લોકોનો ટવિટ કરીને આભાર માન્યો હતો.

આ પણ વાંચો: સુરત આગઃ હું મા-મા બૂમો પાડી રહી હતી... સીડીઓ આગમાં લપેટાયેલી હતી, ના કૂદતા તો મરી જાત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X