For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત આગઃ હું મા-મા બૂમો પાડી રહી હતી... સીડીઓ આગમાં લપેટાયેલી હતી, ના કૂદતા તો મરી જાત

હું મારી માને બોલાવી રહી હતી અને દોડીને સીડીઓ બાજુ ભાગવા લાગી પરંતુ ત્યાં સંપૂર્ણપણે આગ ફેલાઈ ચૂકી હતી અને નીકળવાનો રસ્તો નહોતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરતમાં હ્રદય કંપાવી દેતી આગની ઘટના શહેરના એકદમ વ્યસ્ત વિસ્તારમાં બની ગઈ. આ આગ એક કોચિંગ સેન્ટરમાં લાગી ગઈ. થોડાક જ કલાકોમાં આગે 4 માળના બિલ્ડિંગને પોતાના કબ્જામાં લઈ લીધુ. આખી બિલ્ડીંગ ધૂમાડાથી ભરાઈ ગઈ. બિલ્ડીંગમાં ચાલી રહેલા કોચિંગ ક્લાસના બાળકો જીવ બચાવવા ચોથી માળેથી કૂદવા લાગ્યા.

આ પણ વાંચોઃ Video: સુરત આગઃ આગમાં ઘેરાયેલા બાળકોને બચાવવા જીવ જોખમમાં મૂક્યો આ યુવકેઆ પણ વાંચોઃ Video: સુરત આગઃ આગમાં ઘેરાયેલા બાળકોને બચાવવા જીવ જોખમમાં મૂક્યો આ યુવકે

હું મા-મા બૂમો પાડી રહી હતી.. સીડીઓ આગમાં લપેટાઈ ચૂકી હતી'

હું મા-મા બૂમો પાડી રહી હતી.. સીડીઓ આગમાં લપેટાઈ ચૂકી હતી'

ઘાયલોમાંથી એક 15 વર્ષની ઉર્મિલા પટેલે જણાવ્યુ કે - અમે બધા ઉપર ચોથા માળે હતા. અચાનક ચારે તરફથી ધૂમાડો આવવા લાગ્યો. આમે શ્વાસ નહોતા લઈ શક્યા. અમે મદદ માટે ચીસાચીસ કરવા લાગ્યા... હું મારી માને બોલાવી રહી હતી અને દોડીને સીડીઓ બાજુ ભાગવા લાગી પરંતુ ત્યાં સંપૂર્ણપણે આગ ફેલાઈ ચૂકી હતી અને નીકળવાનો રસ્તો નહોતો.

બિલ્ડીંગમાંથી ના કૂદતા તો માર્યા જતા

બિલ્ડીંગમાંથી ના કૂદતા તો માર્યા જતા

ઉર્મિલાએ આગળ કહ્યુ કે સીડીઓનો રસ્તો બ્લોક થઈ ચૂક્યો હતો અને હું અને મારી એક દોસ્ત બાકીનાની જેમ રૂમમાં પાછા આવી ગયા. અમારી પાસે બિલ્ડીંગમાંથી કૂદવા સિવાય કોઈ રસ્તો નહોતો. અમે અમુક વિદ્યાર્થીઓને બારીમાંથી કૂદતા જોયા તો અમે પણ એ જ કર્યુ અને કંઈ વિચાર્યા વા બિલ્ડીંગમાંથી કૂદી ગયા. જો બિલ્ડીંગમાંથી ના કૂદતા તો મરી જતા.

4 મહિનામાં કોચિંગ ક્લાસમાં આગને બીજો બનાવ

4 મહિનામાં કોચિંગ ક્લાસમાં આગને બીજો બનાવ

તક્ષશિલા કોચિંગની આ બિલ્ડીંગમાં લગભગ 60 બાળકો હતા. આગ અને ધૂમાડાથી બચવા માટે ઘણાએ બિલ્ડીંગમાંથી છલાંગ પણ લગાવી દીધી. બધા ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે 4 મહિનામાં કોચિંગ સેન્ટરમાં આગનો આ બીજો બનાવ છે. અધિકારીઓનું માનવુ છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે.

English summary
We jumped off 4th floor to escape’ says survivor in surat fire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X