કેન્દ્ર સરકારે બ્લોક કરી 14 મોબાઇલ એપ, આતંકવાદીઓ કરતા હતા ઉપયોગ

કેન્દ્ર સરકાર આતંકવાદી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. આ અંતર્ગત સરકાર દ્વારા 14 મોબાઇલ મેસેજિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ એપ્લિકેશનનો કથિત રૂપે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સમુહો દ્વારા કરવામાં આવી રહ્યો હતો.

સૂત્રોએ આ માહિતી આપી હતી કે, આ એપ્લિકેશન દ્વારા આતંકવાદી જૂથો તેમના સમર્થકો અને ગ્રાઉન્ડ વર્કર્સ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ સાથે પાકિસ્તાન તરફથી સૂચનાઓ મેળવવા માટે પણ આ એપનો ઉપયોગ કરવામાં આવતો હતો.

mobile apps

પ્રતિબંધિત એપ્લિકેશન્સમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second Line, Zangi, અને Threemaનો સમાવેશ થાય છે.

સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, એજન્સીઓ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબ્લ્યુ) અને આતંકવાદીઓ દ્વારા એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગમાં લેવાતી ચેનલો પર નજર રાખી રહી છે.

એક સંદેશાવ્યવહારને ટ્રેક કરતી વખતે, એજન્સીઓને જાણવા મળ્યું કે, કેટલીક મોબાઇલ એપ્લિકેશન ભારતમાં પ્રતિનિધિ નથી. જે કારણે તેમાં થઈ રહેલી પ્રવૃત્તિઓને ટ્રેક કરવી મુશ્કેલ છે.

આ એપનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા કથિત રીતે કરવામાં આવી રહ્યો હતો. આ એપ દ્વારા આતંકવાદી જૂથો તેમના સમર્થકો અને ગ્રાઉન્ડ વર્કર્સ સાથે વાતચીત કરતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X