• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપા નેતાનો દાવો, 6 મહિનામાં મમતા સરકાર પડી જશે

|

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભાજપની પ્રચંડ જીતને કારણે ઘણી રાજ્યોની સરકાર સંકટમાં આવી ચુકી છે. કોંગ્રેસની શર્મનાક હાર સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર પર હવે ખતરો તોળાઈ રહ્યો છે. હવે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં પણ હલચલ વધી ગઈ છે. પશ્ચિમ બંગાળની મમતા સરકાર ખતરામાં આવી ચુકી છે, તેવો દાવો ભાજપના નેતા રાહુલ સિન્હા ઘ્વારા કરવામાં આવ્યો છે.

આખરી સમયે મમતાનો યૂટર્ન, કહ્યું- સોરી મોદીજી, શપથ ગ્રહણમાં નહિ આવું

સંકટમાં મમતા સરકાર

સંકટમાં મમતા સરકાર

ભાજપા નેતા રાહુલ સિન્હાએ બુધવારે દાવો કર્યો છે કે મમતા બેનર્જીની સરકાર પણ સંકટમાં છે. તેમને પુરા વિશ્વાસ સાથે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર 6 મહિનાથી 1 વર્ષની અંદર પડી ભાંગશે. ભાજપા પશ્ચિમ બંગાળના પૂર્વ અધ્યક્ષ સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે 6 મહિનાથી 1 વર્ષની અંદર વિધાનસભા ચૂંટણી થશે. વર્તમાન સરકાર 2012 સુધીનો પણ કાર્યકાલ પૂરો નહીં કરી શકે.

આવનારા 6 મહિનામાં ચૂંટણી થશે

આવનારા 6 મહિનામાં ચૂંટણી થશે

ભાજપા નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તૂણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘણો અસંતોષ છે. તેમને કહ્યું કે મમતા સરકાર પોલીસ અને સીઆઇડી મદદ ઘ્વારા ચાલી રહી છે. તેમને કહ્યું કે લોકસભા ચૂંટણીની હાર પછી તૂણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓ આખા પ્રદેશમાં હિંસા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમને કહ્યું કે ચૂંટણીમાં ભાજપને સાથ આપતા લોકોને હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે.

2 ટીએમસી વિધાયક ભાજપમાં શામિલ

2 ટીએમસી વિધાયક ભાજપમાં શામિલ

આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત પછી 2 ટીએમસી વિધાયક ભાજપમાં જોડાઈ ચુક્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપાએ પશ્ચિમ બંગાળની 42 સીટોમાંથી 18 સીટો પર જીત મેળવી હતી, જયારે ટીએમસી 22 સીટો જીતી હતી પશ્ચિમ બંગાળમાં ભાજપમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું.

English summary
The claim of BJP leader, Mamata government will fall in 6 months

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more