For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયા, મમતા અને અખિલેશે મિલાવ્યો રાહુલ સાથે હાથ તો મોદી થશે OUT: Mood of the Nation Poll

માયા, મમતા અને અખિલેશ, રાહુલ એક થયા તો મોદી થશે OUT

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નો સ્તો એનડીએ માટે સહેલો નહી હોય મોદી વિરુદ્ધ નાના-નાના દળ એકજુટ થઈ પોતાની દાકાત વધારી રહ્યા છે. એકજુટ થઈ રહેલ આ દળ જો યૂપીએ સાથે હાથ મિલાવે છે તો 2019માં એનડીએની મુશ્કેલી વધી જશે. India Today-Karvy Insights Mood of Nation poll મુજબ જો તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો તો NDAને મોટું નુકસાન થશે. સપા-બસપા અને ટીએમસી યૂપીએની સાથે આવતા યૂપીએનો વોટશેર 44 ટકા રહેશે જ્યારે એનડીએનો વોટશેર 35 ટકા રહેશે.

loksabha opinion pols 2019

આ સર્વે મુજબ જો પીડીપી, ટીએમસી, બસપા અને સમાજવાદી પાર્ટી કોંગ્રેસની સાથે આવે છે તો એનડીએને 102 સીટનું નુકસાન થઈ શકે છે. સર્વે મુજબ જો AIADMK અને YSRCP એનડીએમાં સામેલ થાય છે તો પણ એનડીએને 2019ની ચૂંટણીમાં તેનો મોટો લાભ મળી શકે છે, ઉપરાંત આ પાર્ટીઓના એકજુટ થવા પર એનડીએને 40 ટકા વોટ મળી શકે છે.

જો સીટના આધારે વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં 336 સીટ હાંસલ કરનાર એનડીએને આ પાર્ટીઓના ગઠબંધનને કારણે 219 સીટ પર સમેટાવવું પડી શકે છે. આ પાર્ટિઓ સાથે આવતાં યૂપીએને વધુ લાભ થશે અને યૂપીએ કુલ 269 સીટ હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો- પ્રિયંકા ગાંધી આ 5 કારણોસર નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર

English summary
The Congress can turn the tide in its favour in the Lok Sabha election if Rahul Gandhi can convince Mamata Banerjee, Mayawati and Akhilesh Yadav to join hands with him and fight collectively against the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X