દેશને વન નેશન વન ઈલેક્શન નહીં, એક રાષ્ટ્ર એક શિક્ષણની જરૂરત-અરવિંદ કેજરીવાલ
Delhi Assembly Election 2024 : એક સાથે બે રાજ્યોની ચૂંટણી ન કરાવી શકનારી કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેક્શન બીલ લાવવાની વાત કરી છે. હવે આ મુદ્દે વિપક્ષી નેતાઓ હમલાવર છે.
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે વન નેશન વન ઈલેક્શન મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઝાટકણી કાઢી અને કહ્યું કે, બીજેપી માટે શિક્ષણ દેશની પ્રાથમિકતા નથી.

અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, એક દેશ, એક ચૂંટણી નહીં, પરંતુ દેશને એક રાષ્ટ્ર, એક શિક્ષણ અને એક રાષ્ટ્ર, એક સ્વાસ્થ્ય વ્યવસ્થાની જરૂર છે.
તેમણે કહ્યું કે, ભાજપ પોતાની પ્રાથમિકતાઓથી ભટકી ગઈ છે. કેજરીવાલે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે કેન્દ્ર સરકાર સંસદમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ લાવવાની યોજના પર કામ કરી રહી છે.
જણાવી દઈએ કે, આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આને લઈને રાજધાનીમાં રાજનીતિ તેજ છે. આમ આદમી પાર્ટી હોય કે ભાજપ, તમામ પાર્ટીઓ પોતપોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. દિલ્હીની રાજનીતિમાં દાયકાઓથી અલગ પડી ગયેલી કોંગ્રેસ પણ સત્તા મેળવવા માટે જોરદાર પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
