ઈન્ડિગો ફ્લાઈટનો ઈમરજન્સી દરવાજો તેજસ્વી સુર્યાએ જ ખોલ્યો હતો-ઉડ્ડયન મંત્રી
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેજસ્વી સુર્યાનો બચાવ કરતા દોવા મળ્યા અને કહ્યું કે, તથ્યો જોવા જરૂરી છે. ફ્લાઇટ જમીન પર હતી ત્યારે તેમના દ્વારા આકસ્મિક રીતે દરવાજો ખોલવામાં આવ્યો હતો.
નવી દિલ્હી : હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે ઈન્ડિગો ફ્લાઈટનો ઈમરજન્સી દરવાજો કોઈ મુસાફરે અચાનક ખોલી દીધો હતો. આ ઘટનાને કારણે ફ્લાઈટમાં અફરાતફડી સર્જાઈ હતી. આ ઘટના બાદ એરલાઈને જણાવ્યુ હતું કે, ઈમરજન્સી દરવાજો ખોલનારા યાત્રીએ બીજા યાત્રી અને એરલાઈનની માફી માંગી લીધી છે. આ ઘટનામાં સૌથી મોટો વણાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસે દરવાજો ખોલનાર યાત્રી બીજેપી નેતા હોવાનો આરોપ લગાવ્યો. હવે કોંગ્રેસનો આ આરોપ સાચો સાબિત થયો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા વાત સ્વીકારી
રિપોર્ટ અનુસાર, ગયા મહિને ચેન્નાઈ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટમાં એક યાત્રીએ ભુલથી ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો હતો. જેના કારણે ફ્લાઈટ મોડી પડી હતી. જે બાદ ઘટનાની તપાસ કરવામાં આવી પરંતુ પેસેન્જર સામે કોઈ કાર્યવાહી ન કરાઈ. શરૂઆતમાં આને સામાન્ય ઘટના માનવામાં આવી પરંતુ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પેસેન્જર બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા હતા. જેના કારણે અધિકારીઓએ તેની સામે કોઈ કાર્યવાહી ન કરી. હવે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન સામે આવ્યું છે અને તેમને તેજસ્વી સુર્યા હોવાનું સ્વીકાર્યુ છે.

ઉડ્ડયન મંત્રી તેજસ્વી સુર્યાનો બચાવ કરતા જોવા મળ્યા
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેજસ્વી સુર્યાનો બચાવ કરતા દોવા મળ્યા અને કહ્યું કે, તથ્યો જોવા જરૂરી છે. ફ્લાઇટ જમીન પર હતી ત્યારે તેમના દ્વારા આકસ્મિક રીતે દરવાજો ખોલવામાં આવ્યો હતો. ઘટના બાદ તરત જ સૂર્યાએ પાયલટ અને ક્રૂને જાણ કરી હતી. આ પછી સમગ્ર પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું. ડીજીસીએએ આ મામલાની તપાસ કરી ત્યારબાદ પ્લેન ટેકઓફ થયું. તેમના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ સૂર્યાએ પોતે માફી માંગી હતી.

અધિકારીઓ પર ઘટના દબાવવાનો આરોપ
બીજી તરફ ઘટનાને લઈને કોંગ્રેસનો આરોપ છે કે, ઈન્ડિગો અધિકારીઓ જાણતા હતા કે તેજસ્વી સૂર્યા આ ઘટનામાં સામેલ હતા પરંતુ નામ જાહેર ન કર્યું. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સૂર્યાને તેની પહોંચને કારણે ક્લીનચીટ આપવામાં આવી. જો કે DGCAએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેના કહેવા પ્રમાણે સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ વિમાને ટેકઓફ કર્યું હતું. આ ઘટનામાં તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
