For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

143 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરની 'દરબાર મુવ' પરંપરાનો આવશે અંત

31 ઓક્ટોબર 2019ની તારીખ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં 143 વર્ષ જૂની પરંપરાનો અંત આવશે.

|
Google Oneindia Gujarati News

31 ઓક્ટોબર 2019ની તારીખ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં 143 વર્ષ જૂની પરંપરાનો અંત આવશે. 31 ઓક્ટોબરના રોજ બે ભાગમાં વહેંચાયેલ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે બદલાશે. આ બધુ ત્યારે શક્ય બન્યુ જ્યારે જમ્મુ કાશ્મીરની કલમ 370 અને 35 એ નાબૂદ કરાઈ. દરબાર મુવ પરંપરાની શરૂઆત મહારાજા રણવીર સિહે વર્ષ 1872માં કરી હતી.

આ પરંપરા હેઠળ શિયાળા અને ઉનાળાની ઋતુમાં રાજ્યની રાજધાનીને 6-6 મહિના માટે જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી સ્થાાનાંતરિત કરાઈ રહી છે. આ દરબાર 'મુવ પરંપરા'ને ખતમ કરવા માટે બીજેપી સતત પ્રયત્ન કરતી રહી કારણ કે તેનાથી સરકારી ખર્ચમાં આશરે 600 કરોડ રૂપિયા સુધીનો નકામો ખર્ચ થતો હતો.

પરંપરાની શરૂઆત

પરંપરાની શરૂઆત

રાજા રણવિરસિંહે વર્ષ 1872માં જ્યારે દરબાર મુવની પરંપરા શરૂ કરી હતી ત્યારે તેની પાછળનો ઉદેશ્ય જમ્મુ અને કાશ્મીરના લોકો વચ્ચે પરસ્પર ભાઈચારો અને સૌહાર્દ જળવાઈ રહે તેવો હતો, જો કે આજના જમાનામાં આ પરંપરા અપ્રાસંગિક થઈ ગઈ છે અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ગઠિત થતા આ પરંપરાનું કોઈ મહત્વ રહ્યું નથી.

વિધાનસભા કાર્યકાળ પણ 5 વર્ષનો કરી દેવાશે

વિધાનસભા કાર્યકાળ પણ 5 વર્ષનો કરી દેવાશે

દરબાર મુવ પરંપરા સાથે હવે જમ્મુ કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ પણ છ વર્ષને બદલે પાંચ વર્ષ કરી દેવાશે. જેથી છ-છ મહિના બાદ દરબાદ મુવની પ્રક્રિયા પર અમલ કરાતો રહ્યો છે. દશકાઓથી આ વ્યવસ્થા કાશ્મીર કેન્દ્રિત પાર્ટીઓને ગમતી રહી છે, જો કે જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ જતા અને બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રદેશમાં લાગુ કુલ 23 વ્યવસ્થાઓ 31 ઓક્ટોબરે બદલાઈ જશે, જેનાથી દરબાર મુવ અને રાજધાની સ્થાનાંતરણની વ્યવસ્થા શામેલ છે.

પરંપરા પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાથી થશે વિકાસ

પરંપરા પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાથી થશે વિકાસ

દરબાર મુવ પરંપરા ખતમ થવાથી રાજધાની સ્થાનાંતરિત કરવા પાછળ થનારા ખર્ચાથી જમ્મુ કાશ્મીરનો સરકારી ખર્ચ બચશે, જેનાથી અહીંના વિકાસકામો થશે. રાજધાની સ્થાનાંતરણ દરમિયાન થનારા બંને ક્ષેત્રોના અધિકારી અને કર્મચારીઓને જમ્મુ અને શ્રીનગરમાં સ્થાયિત્વ પણ મળશે, જે પ્રત્યેક વર્ષ 6 મહિનાના અંતરે શ્રીનગર અને જમ્મુ વચ્ચે ઝુલતા રહેતા હતા.

સુરક્ષાબળોને ખસેડવા પાછળ થનારો ખર્ચ બચશે

સુરક્ષાબળોને ખસેડવા પાછળ થનારો ખર્ચ બચશે

પરંપરા ખતમ થયા બાદ હવે સરકાર સાથે માત્ર મુખ્ય સચિવ અને વહીવટી સચિવ રાજધાનીમાં બેસશે. જેનાથી દરબારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની અને સુરક્ષાદળઓને હટાવવા પર અબજો રૂપિયાના થનારા ખર્ચથી બચી શકાશે. કહેવાય છે કે દરબાર મુવ પરંપરાથી પ્રદેશના વીઆઈપી કલ્ચરને વધારો મળતો હતો. જો કે જમ્મુ કાશ્મીરમાં શાસિક કોઈ પણ સરકારે તેને ખતમ કરવા માટે કોઈ પહેલ કરી નથી.

ભાજપ બુદ્ધિજીવી સંમેલનમાં ઉઠ્યો આ મુદ્દો

ભાજપ બુદ્ધિજીવી સંમેલનમાં ઉઠ્યો આ મુદ્દો

પાછલા 143 વર્ષથી માથે મેલુ ઉંચકવા જેવી પરંપરાનો મુદ્દો ભાજપના બુદ્ધિજીવી સંમેલનમાં ઉઠાવવામાં આવ્યો. જો કે બીજેપીની જમ્મુ યુનિટ સતત તેને ખતમ કરવા વિરુદ્ધ આંદોલન કરી રહી છે. આ પરંપરા વિરુદ્ધ સેવા નિૃત એસએસપી ભુપેન્દ્રસિંહએ પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ.જીતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં ઉઠાવ્યો. ભૂપેન્દ્ર સિંહે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જમ્મુ કાશ્મીરનું ગઠન થયા બાદ દરબાર મુવની પ્રક્રિયા ખતમ કરવા અપીલ કરી હતી. દરબાર પરંપરાને ખતમ કર્યા બાદ કાશ્મીરની ફાઈલો કાશ્મીરમાં અને જમ્મુની ફાઈલો સ્થાયી રીતે જમ્મુમાં રાખવાનો પ્રસ્તાવ રખાયો. ત્યાં જ સચિવાલયનું કામ ઈ-ફાઈલો દ્વારા પૂરું કરવાની દરખાસ્ત કરાઈ.

143 વર્ષમાં ક્યારેય આ પરંપરા વિરુદ્ધ અવાજ ઉઠ્યો નહિં

143 વર્ષમાં ક્યારેય આ પરંપરા વિરુદ્ધ અવાજ ઉઠ્યો નહિં

વર્ષ 1872માં જ્યારે રાજા રણવીર સિંહે આ પરંપરાને શરૂ કરી હતી ત્યારથી આજ સુધી કોઈ સરકારે આ પરંપરા વિરુદ્ધ થનારા નકામા ખર્ચને ખતમ કરવા પહેલ કરી નથી. આ પરંપરા સરકારી ખજાનાને ખોખલી કરતી જતી હતી. છ-છ મહિનાના સ્થાંતરણ માટે રાજ્યના ખજાના પર જે ખર્ચ પડતો હતો તે નોન પ્રોડક્ટિવ હતો.

સચિવાલય, હાઈકોર્ટ અને અન્ય વિભાગોનુ સ્થાનાંતરણ થતુ

સચિવાલય, હાઈકોર્ટ અને અન્ય વિભાગોનુ સ્થાનાંતરણ થતુ

કલમ 370 અને 35એ હટ્યા પહેલા જમ્મુ-કાશ્મીર ભારતનું એક એકલું એવુ રાજ્ય હતુ જ્યાં સચિવાલય, હાઈકોર્ટ સહિત તમામ વિભાગોના કાર્યલાયો છ-છ મહિનાના અંતરે ક્યારેક શ્રી નગર તો ક્યારે જમ્મુ સ્થાનાંતરિત કરાતા હતા. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં આ શિફ્ટિંગનું કામ થતુ હતુ અને શરદીમાં ઓક્ટોબર માસના છેલ્લા સપ્તાહમાં રાજધાની જમ્મુમાં શિફ્ટ કરી દેવાતુ.

ભૌગોલિક પરિસ્થિતિને પગલે શરૂ થઈ આ પરંપરા

ભૌગોલિક પરિસ્થિતિને પગલે શરૂ થઈ આ પરંપરા

વર્ષ 1872માં જમ્મુ કાશ્મીરના ડોગરા શાસનકાળ દરમિયાન મહારાજા ગુલાબસિંહે તેની શરૂઆત કરી હતી. તેની પાછળ તર્ક એ હતો કે રાજ્યની પ્રાકૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ કરાતુ, જેથી બંને ક્ષેત્રો વચ્ચે પરસ્પર ભાઈચારો અને સૌહાર્દ જળવાઈ રહે. તે સમયે દરબાર મુવ પાછળ આશરે 300 કરોડનો ખર્ચ કરાતો હતો.

8000 કર્મચારીઓનું સ્થાનાંતરણ

8000 કર્મચારીઓનું સ્થાનાંતરણ

સચિવાલય સહિત અન્ય પ્રમુખ કાર્યાલયોના કામ કરવા માટે આશરે 8000 કર્મચારીઓનું સ્થાનાંતરણ દર છ મહિને કરવાથી સરકારી તિજોરી પર ભારે જોર પડતુ. આ દરમિયાન કર્મચારીઓને ટીએ ભથ્થા તરીકે 10 હજાર પણ અપાતા. તે સમયે રાજધાની સ્થાનાંતરણનું કામ બળદગાડી અને ઘોડાગાડી દ્વારા કરાતુ. અને મહારાજા દરબાર શિફ્ટ થયા બાદ છ મહિનામાં એક મોટો સમારંભ પણ યોજતા.

સ્થાયી સચિવાલયથી ઓછી થશે જમ્મુ-કાશ્મીરના લોકોની મુશ્કેલી

સ્થાયી સચિવાલયથી ઓછી થશે જમ્મુ-કાશ્મીરના લોકોની મુશ્કેલી

કહેવાય છે કે વર્ષ 1872માં રાજા રણવીર સિહે દરબાર પરંપરા શરૂ કરી ત્યારે એવું વિચાર્યુ હતુ કે લોકોને તેનાથી સુવિધા રહેશે અને સારી રીતે શાસન ચલાવવામાં મદદ મળશે. જો કે હાલના સમયમાં ઈ-ગવર્નસ જેવી તકનીકે તમામ સમસ્યાનું સમાધાન શોધી લીધુ. જે વિતેલા સમયમાં અશક્ય હતું. આજે માહિતી અને પ્રસારણનો એટલો વિકાસ થઈ ચૂક્યો છે લોકોને રાજધાની સ્થાનાંતરણ નિરર્થક જ નહિં પણ તદ્દન વાહિયાત પરંપરા લાગે છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાંથી આતંકીઓએ 2 નાગરિકોનું અપહરણ કર્યું, એકનો મૃતદેહ મળ્યો

English summary
The era of Darbar move tradition of Jammu kashmir state will end
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X