For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મજૂરની કિસ્મત ચમકી ગઇ, ખોદકામ દરમિયાન 60 લાખનો હીરો મળ્યો

આ મજૂરની કિસ્મત ચમકી ગઇ, ખોદકામ દરમિયાન 60 લાખનો હીરો મળ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્યારે કોની કિસ્મત ખુલી જાય કોઇને ખબર નથી હતી. કંઇક આવો જ કિસ્સો મધ્ય પ્રદેશના કન્નાથી સામે આવ્યો છે, જ્યાં 35 વર્ષીય વ્યક્તિને ખાઇણમાં ખોદકામ દરમિયાન ઉચ્ચ ગુણવત્તા વાળો એક હીરો મળ્યો. જેની કિંમત 60 લાખતી એક કરોડની વચ્ચે હોય શકે છે. અગાઉ બે મજૂરોને પણ મધ્ય પ્રદેશમાં હીરો મળ્યો હતો, તે દરમિયાન તેમની હરાજી 2.55 કરોડમાં થઇ હતી.

10.69 કેરેટનો હીરો

10.69 કેરેટનો હીરો

જાણકારી મુજબ આ હીરો આનંદી લાલ કુશાહાને પન્ના જિલ્લા મુખ્યાલયથી 15 કિમી દૂર રાનીની ઉથલી હીરા ખાઇણમાં ખોદકામ દરમિયાન મળ્યો છે. કુશવાહાએ ઈમાનદારી દેખાડતા તરત જ આ હીરાને જમા કરાવી દીધો. કુશવાહા મુજબ આ ખાઇણમાં જ ખોદકામ દરમિયાન તેને 70 સેંટનો હીરો મળ્યો હતો. હવે ફરી તેમની કિસ્મત ચમકી છે અને તેમને 10.69 કેરેટનો હીરો મળ્યો છે.

એક કેરેટની કિંમત 6-7 લાખ

એક કેરેટની કિંમત 6-7 લાખ

આ મામલે પન્ના જિલ્લામા આવેલ હીરા કાર્યાલયના અધિકારી આર કે પાંડેયે જણાવ્યું કે ખોદકામ દરમિયાન જે હીરો મળ્યો છે, તે બહુ કીમતી છે. સાથે જ હીરો 10.60 કેરેટનો જણાવવામાં આવી રહ્યો છે. હીરો મળ્યા બાદ ખુદ કુશ્વાહા ઑફિસ આવ્યા અને તેને જમા કરાવી દીધો. હવે આ હીરાની હરાજીની પ્રક્રિયા શરૂ થશે. હરાજીાં જે પૈસા મળશે, તેમાથી ટેક્સ વગેરે કાપી તે આનંદી લાલ કુશવાહાને આપી દેવામાં આવશે. સામાન્ય રીતે એક કેરેટ હીરાની કિંમત 5-7 લાખની વચ્ચે હોય છે, એવામાં આ હીરાની કિંમત 60 લાખથી એક કરોડની વચ્ચે હોય શકે છે.

અગાઉ પણ મજૂર માલામાલ થઇ ચૂક્યો છે

અગાઉ પણ મજૂર માલામાલ થઇ ચૂક્યો છે

હીરા મળવાનો આ કોઇ પહેલો મામલો નથી. અગાઉ 2018ના અંતમાં મધ્ય પ્રદેશા બે મજૂરોની કિસ્મત ચમકી હતી. તે દરમિયાન તેમને ખાઇણમાંથી એક મોટો હીરો મળ્યો હતો. બાદમાં હીરા કાર્યાલયમા તેની હરાજી કરવામાં આવી, જેમાં સૌથી વધુ બોલી 2.55 કરોડની લાગી. તે સમયે હીરો 42.9 કેરેટનો હતો. અધિકારી મુજબ 6 લાખ રૂપિયા પ્રતિ કેરેટ બોલી લાગી હતી. જેના પર પ્રશાસને 12 ટકા રોયલ્ટી કાપ્યા બાદ 2.30 કરોડ રૂપિયા મજૂરને આપી દીધા હતા.

પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં જશે રાજસ્થાન વિધાનસભા સ્પીકરપાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં જશે રાજસ્થાન વિધાનસભા સ્પીકર

English summary
The fortune of this laborer shone, found diamonds worth 60 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X