For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજના નામે કેટલાય કીર્તિમાન, માત્ર 25 વર્ષની ઉંમરે બની ગયા હતાં કેન્દ્રીય મંત્રી

સુષ્મા સ્વરાજના નામે કેટલાય કીર્તિમાન, માત્ર 25 વર્ષની ઉંમરે બની ગયા હતાં કેન્દ્રીય મંત્રી

|
Google Oneindia Gujarati News

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનત પાર્ટીના સીનિયર નેતા સુષ્મા સ્વરાજનું નિધન થઈ ગયું છે. પાછલા કેટલાક મહિનાથી તેઓ બીમાર હતાં. જે કારણે તેમમે લોકસભા ચૂંટણી લડવાની પણ ના પાડી દીધી હતી. સુષ્મા સ્વરાજ આખરે ગયા મહિને વિશ્વ હિંદૂ પરિષદના કાર્યક્રમમાં જોવા મળ્યાં હતાં. સુષ્મા સ્વરાજે 67 વર્ષની ઉંમરે દિલ્હી સ્થિત AIIMSમાં આખરી શ્વાસ લીધા.

sushma swaraj

સુષ્મા સ્વરાજના નામે કેટલાય કીર્તિમાન છે, જેને હવે આખો દેશ યાદ કરશે. 1977માં જ્યારે તેઓ 25 વર્ષમાં હતાં ત્યારે જ સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી બની ગયાં હતાં. તેઓને 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જે બાદ 27 વર્ષની ઉંમરમાં 1979માં તેઓ હરિયાણા જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યાં હતાં. સુષ્મા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજનૈતિક પાર્ટીની પહેલી મહિલા પ્રવક્તા હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત હતું. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના પહેલા મહિલા નેતા પણ હતાં.

ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા સ્વરાજ બીજાં એવી મહિલા હતાં જેમણે વિદેશ મંત્રીનો પદભાર સંભાળ્યો હતો. ગત 4 દશકમાં તેઓ 11 ચૂંટણી લડ્યાં જેમાંથી ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યાં પણ ખરાં. સુ,્મા સ્વરાજ સાત વખત સાંસદ રહી ચૂક્યાં છે. પંજાબના અંબાલા છાવણીમાં જન્મેલ સુષ્મા સ્વરાજે પંજાબ યૂનિવર્સિટી ચંદીગઢથી લૉની ડિગ્રી હાંસલ કરી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે પહેલા જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો. કટોકટીનો ભારે વિરોધ કર્યા બાદ તેઓ સક્રિય રાજનીતિ સાથે જોડાઈ ગયાં હતાં. સુષ્મા સ્વરાજ ભારતીય સંસદનાં પ્રથમ અને એકમાત્ર એવાં મહિલા સદસ્ય હતાં, જેમને આઉટસ્ટેન્ડિંગ પાર્લિેમેન્ટિરિયમ સન્માન મળ્યું.

રાજનીતિ સાથે જ નહિ વકાલત સાથે પણ હતો સુષ્મા સ્વરાજનો નાતો, જાણો રસપ્રદ વાતો રાજનીતિ સાથે જ નહિ વકાલત સાથે પણ હતો સુષ્મા સ્વરાજનો નાતો, જાણો રસપ્રદ વાતો

English summary
the glory of Sushma swaraj will be remembered forever, at the age of 25 she became a cabinet minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X