ઈન્ફ્લૂએન્સરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની જ શ્રદ્ધાંજલીની પોસ્ટ મુકીને સ્યૂસાઈડ કરી લીધુ
આ દિવસોમાં ઘણા લોકો વીડિયો બનાવીને આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેમાં વધુ એક નામ સામેલ થયુ છે. હાલમાં જ એક ઈન્ફ્લૂએન્સરે ઈન્ટાગ્રામ પર મરવાનું નાટક કર્યુ અને પછી હકિકતમાં સ્યુસાઈડ કરી લીધુ,
26 વર્ષના આ ઈન્ફલૂએન્સરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે પોતાની તસવીરો સાથે RIP લખ્યુ હતુ. આ પોસ્ટ બાદ તેણે પોતાનો જીવ લઈ લીધો.

અજમલ શરીફ નામના ઈન્ફ્લૂએન્સરે બે દિવસ પહેલા આશ્ચર્યજનક કેપ્શન સાથેની એક તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેપ્શનમાં અજમલે લખ્યું કે, હું ખૂબ જ દુઃખી છું કે અજમલ શરીફ હવે આ દુનિયામાં નથી. તેમની આત્માને શાંતિ મળે.
આ પોસ્ટ બાદ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે વ્યક્તિએ ખરેખર મોતને ભેટીને પોતાની પોસ્ટ સાચી સાબિત કરી. વહેલી સવારે જ્યારે અજમલે પોતાના રૂમમાં ફાંસો ખાઈ લીધો.
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો પરિવારજનોએ જણાવ્યું કે, અજમલ ડિપ્રેશનમાં હતો. તેને કોઈ નોકરી મળતી ન હતી, જેના કારણે તે ઘણીવાર તણાવમાં રહેતો હતો.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અજમલના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો. અજમલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો તેને સોશિયલ મીડિયા પર 15 હજારથી વધુ લોકો ફોલો કરે છે. અજમલે અગાઉ જે પોસ્ટ શેર કરી હતી તેના પર લખ્યું હતું - RIP 1995-2023.
અજમલના મૃત્યુ બાદ હવે લોકો તેની પોસ્ટ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે છે કે કોઈ આટલું મોટું પગલું કેવી રીતે લઈ શકે. અજમલની પોસ્ટ જોઈને ઘણા લોકો તેની ટીકા કરી રહ્યા છે તો ઘણા લોકો કોમેન્ટ કરીને દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
