'ધ કાશ્મીર ફાઇલ્સ' ગોવા અને કર્ણાટકમાં પણ ટેક્સ ફ્રી કરાઈ!
કાશ્મીરી પંડિતોના નરસંહારની સત્યઘટના જણાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, ગુજરાત બાદ હવે કર્ણાટક સરકાર અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.
નવી દિલ્હી, 14 માર્ચ : કાશ્મીરી પંડિતોના નરસંહારની સત્યઘટના જણાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, ગુજરાત બાદ હવે કર્ણાટક સરકાર અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્બઈએ ધ કાશ્મીર ફાઇલ્સને મુક્તિ આપતાં કહ્યું હતું કે ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ 80 અને 90ના દાયકામાં કાશ્મીરમાં શું થયું હતું તેની સત્યતા રજૂ કરે છે. મને આશા છે કે તમામ કાશ્મીરી પંડિતોને તેમની જમીન, મિલકત પાછી મળશે અને તેઓ ત્યાં સ્થાયી થશે.
પૂર્વ સીએમ અને બીજેપી નેતા પ્રમોદ સાવંતે 1990માં જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના જીવન પર આધારિત ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે, 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને ગોવામાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આ ફિલ્મ રિલિઝ થયા બાદ સતત વિવાદો ચાલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
