કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, ભાગીરથી પ્લાન્ટનું રિનોવેશન થશે!
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર સતત દિલ્હીવાસીઓ માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે. હવે કેજરીવાલ સરકારે એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે ભાગીરથી પ્લાન્ટની 40 વર્ષ જૂની પાણીની પાઈપલાઈન બદલવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી : દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર સતત દિલ્હીવાસીઓ માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે. હવે કેજરીવાલ સરકારે એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે ભાગીરથી પ્લાન્ટની 40 વર્ષ જૂની પાણીની પાઈપલાઈન બદલવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, 40 વર્ષ જૂની પાઈલ લાઈન સરકાર બદલશે. આ 20KM લાંબી પાઈપલાઈન બદલવા સાથે 130 MGD સ્વચ્છ ગંગાનું પાણી પૂર્વ દિલ્હીના લાખો લોકોને પહોંચાડવામાં આવશે. આ નિર્ણય દિલ્હીના લોકોને 24x7 પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે.
दिल्ली सरकार ने भागीरथी प्लांट की 40 साल पुरानी पानी पाइप लाइन को बदलने का फैसला लिया है।इस 20KM लंबी पाइप लाइन के बदलने से पूर्वी दिल्ली के लाखों लोगों तक 130 MGD साफ़ गंगाजल पहुंचाया जा सकेगा।दिल्ली वालों को 24x7 पानी मुहैया कराने की दिशा में यह फैसला एक मील का पत्थर साबित होगा
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 11, 2022
આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવવાની યોજના વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત કેશોપુર અને નજફગઢમાં પડતી 85 MGD ગટરોને સાફ કરીને નજફગઢ નાળામાં છોડવામાં આવશે. આનાથી યમુના જળનું પ્રદૂષણ 30% સુધી ઘટશે. આ પગલું યમુનાની સફાઈમાં મદદગાર સાબિત થશે.
यमुना को प्रदूषण मुक्त बनाने के लिए आज एक बेहद महत्वपूर्ण प्रोजेक्ट को मंजूरी दी है। इसके तहत केशोपुर व नजफगढ में गिरने वाले 85 MGD सीवर को रोज़ाना साफ़ कर नजफगढ नाले में डाला जाएगा. इससे यमुना के पानी का प्रदूषण 30% तक घटेगा. यह कदम यमुना साफ़ करने में बहुत मददगार साबित होगा.
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 10, 2022
આ સિવાય મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, યમુનાના પાણીને સાફ કરવાની દિશામાં આજે વધુ ત્રણ મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. બદલી, નિગમ બોધ અને મોરી ગેટ નાળામાં કુલ 55 MGD સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેનાથી સાથે આ નાળાઓનું ગંદુ પાણી યમુનામાં નહીં જાય.












Click it and Unblock the Notifications
