For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 માર્ચે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે સૌથી વિશાળ Asteroid, નાસાએ આપી ચેતવણી

વૈજ્ઞાનિકોએ આ વર્ષના સૌથી મોટા એસ્ટેરૉઈડ એટલે કે સૂક્ષ્મગ્રહ વિશે ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચમોલીમાં પ્રકૃતિએ વિનાશ કર્યો છે. ચમોલીમાં ગ્લેશિયર ફાટવાથી જબરદસ્ત પૂર આવ્યુ અને સેંકડો લોકોના જાનમાલનુ નુકશાન થયુ છે. વળી, હવે વૈજ્ઞાનિકોએ આ વર્ષના સૌથી મોટા એસ્ટેરૉઈડ એટલે કે સૂક્ષ્મગ્રહ વિશે ચેતવણી આપી છે. આ એસ્ટેરૉઈડ પૃથ્વીની એકદમ નજીક આવવા માટે તૈયાર છે. નાસાના જણાવ્યા અનુસાર આ એસ્ટેરૉઈડ અત્યાર સુધીનો સૌથી મોટો એસ્ટેરૉઈડ છે. 21 માર્ચે તે ખૂબ જ વિશાળકાય એસ્ટ્રેનાઈટ પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે.

asteroid

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ ચેતવ્યા છે કે આ સ્પેસ રૉક લગભગ 34.4 કિલોમીટર પ્રતિ સેકન્ડ કે 123,000 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ સોલર સિસ્ટમથી પસાર થવાનો છે. આ એસ્ટેરૉઈડ 5.3 લુનાર ડિસ્ટંસથી આપણી પૃથ્વી પાસેથી પસાર થશે. નાસાએ કહ્યુ છે કે અત્યાર સુધીના સૌથી મોટા સૂક્ષ્મ ગ્રહ 2001 F032ની 23 માર્ચે, 2001માં શોધ કરવામાં આવી હતી. 2001 એફઓ32 સંભવિત ખતરનાક સૂક્ષ્મગ્રહોની શ્રેણીમાં આવે છે કારણકે તેનો વ્યાસ 2,526 ફૂટ અને 57777 ફૂટ હતો. સૂક્ષ્મ ગ્રહ પૃથ્વીના 1.3 મિલિયન મીલના અંતરથી અંદર આવશે. આ 2 સંભવિત ખતરનાક સૂક્ષ્મગ્રહ(PHAs) વર્તમાનમાં એ માપદંડોના આધારે પરિભાષિત કરવામાં આવ્યા છે જે સૂક્ષ્મગ્રહની ક્ષમતાને માપે છે જેથી પૃથ્વી પાસે આવવાનુ જોખમ છે.

આ સૂક્ષ્મગ્રહ યુએસમાં ગોલ્ડન ગેટ બ્રિજના આકાર સમાન

તમને જણાવી દઈએ કે એક લુનાર ડિસ્ટંસ(પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનુ અંતર) 384,317 કિલોમીટર સમાન હોય છે. વળી, પૃથ્વી અને 2001 એફઓ32નુ અંતર લગભગ બે મિલિયન કિલોમીટરથી વધુ થવાનુ છે. એસ્ટેરૉઈડ લગભગ 0.767થી 1.714 કિલોમીટર વ્યાસની વચ્ચે છે અને આ વર્તમાનમાં સૌર પ્રણાલી સાથે સંપર્ક કરી રહ્યો છે. આ એસ્ટેરૉઈડ 231937 કે 2001એફઓ32 સાન ફ્રાન્સિસકો, યુએસમાં ગોલ્ડન ગેટ બ્રીજના આકામ સમાન છે.

નાસાએ જણાવી આ વાત

નાસાએ પોતાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ) વેબસાઈટ પર કહ્યુ, NEO ધૂમકેતુ અને એસ્ટેરૉઈડ છે જેને નજીકના ગ્રહોના ગુરુત્વાકર્ષણ દ્વારા કક્ષાઓાં રાખવામાં આવ્યા છે જે તેમને પૃથ્વીની પડોશમાં પ્રવેશ કરવાની અનુમતિ આપે છે. ધૂમકેતુ અને એસ્ટેરૉઈડમાં વૈજ્ઞાનિક રુચિ અમુક હદ સુધી સૌર પ્રણાલી નિર્માણ પ્રક્રિયાથી ઉપેક્ષાકૃત અપરિવર્તિત અવશેષ કાટમાળ તરીકે લગભગ 4.6 બિલિયન વર્ષો પહેલા છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી સક્રિય રીતે એસ્ટેરૉઈડ પર નજર રાખી રહી છે જે પૃથ્વી પાસે હાજર છે એવા ઘણા એવા કાર્યક્રમ રોજના આકાશને સ્કેન કરે છે.

મુખ્ય અંતરિક્ષ સંગઠને એસ્ટેરૉઈડને 'નિયર અર્થ ઑબ્જેક્ટ' તરીકે વર્ણવ્યો

020 XU6 નામનો એક એસ્ટેરૉઈડ પૃથ્વીનો પાછલા ભાગ માટે તૈયાર છે અને 22 ફેબ્રુઆરીએ આપણા ગ્રહની સૌથી નજક હોવાની આશા છે. આ એસ્ટેરૉઈડને જોવા માટે ઈચ્છુક લોકો 8 કે તેનાથી વધુ ડાયામીટરવાળા ટેલીસ્કોપનો ઉપયોગ કરીને સવારે 8 વાગ્યાથી 8.30 વાગ્યા વચ્ચે જોઈ શકે છે. આ એસ્ટેરૉઈડને નાસા દ્વારા અપોલો એસ્ટેરૉઈડ ગ્રુપ હેઠળ ક્લાસીફાઈ કરવામાં આવ્યો. પોતાની ગતિનો અહેસાસ કરાવવા માટે એસ્ટેરૉઈડ એક કલાકમાં પૃથ્વી ચારે તરફ યાત્રા કરી શકે છે. નાસાએ કહ્યુ કે એસ્ટેરૉઈડ પૃથ્વી સાથે નહિ ટકરાય પરંતુ તેને 'સંભવિત ખતરનાક' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. મુખ્ય અંતરિક્ષ સંગઠને એસ્ટેરૉઈડને 'નિયર અર્થ ઑબ્જેક્ટ' તરીકે વર્ણવ્યો છે.

નીતીશ મંત્રીમંડળનો આજે થશે વિસ્તાર, શાહનવાઝ હુસેન લેશે શપથનીતીશ મંત્રીમંડળનો આજે થશે વિસ્તાર, શાહનવાઝ હુસેન લેશે શપથ

English summary
The largest Asteroid will pass very close to the Earth on 21 March, NASA gave this warning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X