For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો, આખી રાત ફ્રીઝરમાં રહ્યા બાદ જીવીત થયો હતો આ વ્યક્તિ

મૃતદેહ હોસ્પિટલના શબગૃહના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના સંબંધીઓને જ્યારે બીજા દિવસે જાણવા મળ્યું કે, આખી રાત શબગૃહના ફ્રીઝરમાં રહીને પણ તે શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે આશ્ચર્ય થયું હતું.

|
Google Oneindia Gujarati News

લખનઉ : માર્ગ અકસ્માતમાં ઘાયલ 45 વર્ષીય વ્યક્તિને ડોક્ટર્સે તપાસ બાદ મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેનો મૃતદેહ હોસ્પિટલના શબગૃહના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના સંબંધીઓને જ્યારે બીજા દિવસે જાણવા મળ્યું કે, આખી રાત શબગૃહના ફ્રીઝરમાં રહીને પણ તે શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે આશ્ચર્ય થયું હતું. આ ચમત્કારિક ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે.

અકસ્માત બાદ શ્રીકેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

અકસ્માત બાદ શ્રીકેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

આ ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે. જ્યાં મોટરસાઇકલની ટક્કરથી શ્રીકેશ કુમારને ઇજા થઇ હતી.

શ્રીકેશને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈજવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો, ત્યારબાદ શુક્રવારના રોજ તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ઈમરજન્સીમેડિકલ ઓફિસરે તેની તપાસ કરી હતી.

રવિવારના રોજ મીડિયા સાથે વાત કરતા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, તેમને વ્યક્તિમાંજીવનના કોઈ નિશાન મળ્યું નથી અને તેથી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પરિવાર ન આવે ત્યાં સુધી તેને શબઘરમાં રાખવામાં આવ્યો હતો

પરિવાર ન આવે ત્યાં સુધી તેને શબઘરમાં રાખવામાં આવ્યો હતો

ડોક્ટરે જણાવ્યું હતું કે, આ બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી અને જ્યારે 6 કલાક બાદ પણ તેના સંબંધીઓ હોસ્પિટલ ન પહોંચ્યા, ત્યારે મૃતકને હોસ્પિટલનાશબના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો.

સવારે જીવીત થયો આ વ્યક્તિ

સવારે જીવીત થયો આ વ્યક્તિ

પોલીસ ટીમ અને તેનો પરિવાર શબપરીક્ષણ માટે કાગળની કાર્યવાહી શરૂ કરવા માટે આવતાની સાથે જ તે જીવતો થયો હતો. ડૉક્ટરે જણાવ્યું કે, શ્રીકુમારની હવેસારવાર ચાલી રહી છે, પરંતુ તેઓ હજૂ પણ કોમામાં છે.

તેમણે કહ્યું કે, આ એક ચમત્કાર સિવાય બીજું કંઈ નથી. જો કે, જીવિત હોવા છતાં ડોક્ટર્સે તેને કેવી રીતે મૃતજાહેર કર્યો તેની તપાસ ચાલી રહી છે.

English summary
The man woke up the next day after being declared dead by the doctors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X