સૌથી સુંદર સાંસદ આ બિઝનેસમેન સાથે કરશે લગ્ન, તસવીરો વાઈરલ

પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા બેઠકથી જીતેલી તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં લગ્ન કરવા જઈ રહી છે. નુસરત જહાં કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહી છે.

પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા બેઠકથી જીતેલી તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં લગ્ન કરવા જઈ રહી છે. નુસરત જહાં કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે નુસરતની ફેમિલી તુર્કીમાં લગ્નની તમા વિધિ કરશે. તુર્કીમાં ટોલીવુડ સેલેબના આ પહેલા લગ્ન છે. નુસરત જહાં 19થી 21 જૂન વચ્ચે લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન તેની પીઠી ચોળવાની વિધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં નુસરતના ચહેરા પર પીઠી લાગેલી છે અને તે પિતાને ગળે મળીને રડી રહી છે.

તુર્કીમાં લગ્ન અને ભારતમાં રિસેપ્શન

તુર્કીમાં લગ્ન અને ભારતમાં રિસેપ્શન

મળતી માહિતી પ્રમાણે 16 જૂને નુસરત પોતાના પરિવાર અને મિત્સો સાથે તુર્કી જવા રવાના થઈ ચૂકી છે. 17 જૂનને પ્રિ વેડિંગ સેરેમની યોજાશે. 18 જૂને મહેંદી અને સંગીત સેરેમની યોજાશે. નુસરતના લગ્નમાં ટોલીવુડના સ્ટાર્સ હાજર રહેવાના છે. તુર્કીમાં લગ્ન બાદ આ કપલ ભારતમાં રિસેપ્શનની પાર્ટી પણ આપશે. લગ્ન નજીક આવતા જ નુસરત જહાંનું ઘર દુલ્હનની જેમ સજાવી દેવાયું છે.

નુસરતની બેસ્ટ ફ્રેન્ડ અને સાંસદ મિમી ચક્રવર્તી પણ રહેશે હાજર

નુસરતની બેસ્ટ ફ્રેન્ડ અને સાંસદ મિમી ચક્રવર્તી પણ રહેશે હાજર

નુસરતની ખાસ મિત્ર અને ટીએમસીની સાંસદ મિમી ચક્રવર્તી પણ નુસરતના લગ્નમાં હાજર રહેવાની છે. આ સમયે સંસદનું સત્ર પણ ચાલુ છે. તેમ છતાંય મિમિ બેસ્ટ ફ્રેન્ડના લગ્ન માટે સમય કાઢવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની 2019ની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસે બસીરહાટ લોકસભા બેઠક પરથી નુસરત જહાંને ટિકિટ આપી હતી. બાદમાં નુસરત જહાં જ્યારે જીતીને પહેલીવાર સંસદ પહોંચી તો તેણે સંસદ ભવનની બહારથી પોતોના ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં નુસરતે વેસ્ટર્ન કપડા પહેર્યા હતા, જેને કારણે તેને અને મિમિ ચક્રવર્તીને ટ્રોલ કરાયા હતા. જો કે નુસરતને ટ્રોલિંગથી ખાસ ફરક નથી પડતો.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી નુસરતે લગ્નનો આપ્યો હતો ઈશારો

નુસરતે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો. જેમાં તેના હાથમાં રિંગ દેખાઈ રહી છે અને તેમણે કોઈનો હાથ પકડી રાખ્યો છે. આ તસવીરની સાથે તેમણે લખ્યું હતું,'જ્યારે સત્ય સપના કરતા વધુ સારું હોય, જિંદગીમાં એકબીજાની સાથે રહીએ.' આ પોસ્ટથી તેમના લગ્નની વાતને કન્ફર્મેશન મળ્યું હતું.

દુર્ગા પૂજા પર શરૂ થઈ હતી લવ સ્ટોરી

દુર્ગા પૂજા પર શરૂ થઈ હતી લવ સ્ટોરી

નુસરતની લવસ્ટોરી વિશે કહેવાય છે કે તેમની તેમના મિ. પરફેક્ટ સાથે મુલાકાત ગત વર્ષે દુર્ગા પૂજાના સમયે તઈ હતી. ત્યારે નુસરત સાડીની જાહેરાત માટે શૂટિંગ કરી રહી હતી. કેટલાક મહિના સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ નુસરત અને નિખિલ હવે લગ્ન કરવા જઈ રહ્યા છે.

બંગાળી ફિલ્મ 'શોત્રુ'થી કરી એક્ટિંગની શરૂઆત

બંગાળી ફિલ્મ 'શોત્રુ'થી કરી એક્ટિંગની શરૂઆત

ઉલ્લેખનીય છે કે નસુરત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સમયાંતરે પોતાના વીડિયો અને ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. નુસરત જહાંએ 2010માં બ્યુટી કોન્ટેસ્ટ જીતી હતી, જે બાદ તેણે મોડેલિંગમાં ઝંપલાવ્યું હતું. નુસરતે 2011માં બંગાળી ફિલ્મ શોત્રુથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમણે આ ફિલ્મમાં પૂજા નામની યુવતીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં નુસરતની એક્ટિંગના વખાણ થયા હતા. કોલકાતાની નુસરત જહાંએ પોતાની નાની કરિયરમાં ટોચના એક્ટર્સ સાથે કામ કર્યું છે. નુસરત જહાંએ બોલો દુર્ગા માઈ કી, હર હર બ્યોમકેશ, જમાઈ 420 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X