For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિચિત્ર સુસાઈડ નોટ લખીને માતાએ 2 નાની દીકરીઓ સાથે જીવ આપ્યો

દિલ્હીના વસંત વિહારમાં આત્મહત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. શનિવારની મોડી સાંજે દક્ષિણપશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક ફ્લેટમાં એક જ પરિવારની એક માતા અને બે નાની દીકરીઓ મૃત હાલતમાં મળી આવી હતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મે : દિલ્હીના વસંત વિહારમાં આત્મહત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. શનિવારની મોડી સાંજે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક ફ્લેટમાં એક જ પરિવારની એક માતા અને બે નાની દીકરીઓ મૃત હાલતમાં મળી આવી હતી.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શનિવારના રોજ વસંત વિહારના એક ઘરમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ કોઈની સામે કોઈ આરોપ નથી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શનિવારની રાત્રે 8.55 કલાકે પોલીસને માહિતી મળી કે વસંત વિહાર સ્થિત વસંત એપાર્ટમેન્ટનો ફ્લેટ નંબર 207 અંદરથી બંધ છે અને ઘરના લોકો જવાબ આપી રહ્યા નથી. પોલીસને ઘરમાંથી એક વિચિત્ર સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

વસંત વિહારમાં માતા અને 2 નાની દીકરીઓએ પોતાનો જીવ આપ્યો

વસંત વિહારમાં માતા અને 2 નાની દીકરીઓએ પોતાનો જીવ આપ્યો

સાઉથ વેસ્ટના DCPએ જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને પીસીઆરથી ફોન આવ્યો કે વસંત એપાર્ટમેન્ટ સોસાયટીમાં એક રૂમ અંદરથીબંધ છે અને લોકો દરવાજો નથી ખોલી રહ્યા.

જ્યારે દિલ્હી પોલીસે દરવાજો તોડ્યો તો ઘરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અંદરનારૂમમાં બેડ પર મંજુ અને તેની બે દીકરીઓ અંશિકા અને અંકુના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે, ત્રણેયના મોત શ્વાસરૂંધાવાથી થયા છે.

ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસ દરવાજો ખોલવામાં સફળ રહી અને જોયું કે ઘરમાં ગેસસિલિન્ડર આંશિક રીતે ખુલ્લું હતું અને એક સુસાઈડ નોટ પણ ત્યાં હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

'ઘરને પોલીથીનથી પેક કરીને ગેસ ચેમ્બર બનાવી દીધું...'

'ઘરને પોલીથીનથી પેક કરીને ગેસ ચેમ્બર બનાવી દીધું...'

પોલીસને ઘરમાંથી એક વિચિત્ર સુસાઈડ નોટ પણ મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઘરની અંદરથી મળેલી ચિઠ્ઠીના આધારેમહિલાઓએ ઘરને પોલીથીનથી પેક કરીને ઘરને ગેસ ચેમ્બર બનાવી દીધું હતું. તે આત્મહત્યા કરીને મૃત્યુ પામવાની તેની યોજનાનો એકભાગ હતો. તેઓએ બારીઓ પોલિથીનથી ઢાંકી દીધી હતી, બહારની સ્કાયલાઇટ પણ ભરેલી હતી.

'તમે ઘરે આવો કે તરત જ માચીસ ન જગાવો...'

'તમે ઘરે આવો કે તરત જ માચીસ ન જગાવો...'

ઘરમાં માતા અને બંને દીકરીઓએ લખેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'ઘરે આવો કે તરત માચીસ જગાવશો નહીં...' પોલીસ ઘરમાંપ્રવેશતાની સાથે જ તેમને એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે, "ખૂબ જ ઘાતક ગેસ, દરવાજો ખોલીને માચીસ કે લાઈટર ન પ્રગટાવો, ઘરખૂબ જ ખતરનાક ઝેરી ગેસથી ભરેલું છે." ઉલ્લેખનીય છે કે, આ નોટ આગની કોઈ ઘટનાથી બચવા માટે લખવામાં આવી હતી.

મહિલાના પતિનું કોરોનાથી મોત

મહિલાના પતિનું કોરોનાથી મોત

પોલીસે જણાવ્યું કે, મહિલાના પતિનું એપ્રીલ 2021માં કોરોનાને કારણે મૃત્યુ થયું હતું અને ત્યારથી પરિવાર ડિપ્રેશનમાં હતો. પત્ની મંજુબિમારીના કારણે પલંગ પર પડી હતી. પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ મંજુ અને તેની પુત્રીઓ અંશિકા અને અંકુ તરીકે થઈ છે.

English summary
The mother gave up her life with her 2 young daughters by writing a strange suicide note.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X