For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે ‘નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ ડ્રાફ્ટ' અસમ માટે કેમ જરૂરી?

અસમમાં આજે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ જારી થશે. આ ડ્રાફ્ટથી નક્કી થશે કે કોણ નાગરિક છે અને કોણ વિદેશી.

|
Google Oneindia Gujarati News

અસમમાં આજે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ જારી થશે. આ ડ્રાફ્ટથી નક્કી થશે કે કોણ નાગરિક છે અને કોણ વિદેશી. એનઆરસીમાં એ બધા ભારતીય નાગરિકોના નામો શામેલ કરવામાં આવશે જે 25 માર્ચ, 1971 પહેલાથી અસમમા રહે છે. એનઆરસીના કારણે રાજ્યભરમાં સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે. સુરક્ષાબળોની 220 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

શું છે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(એનઆરસી)

શું છે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(એનઆરસી)

1955 ના સિટિઝનશીપ એક્ટ હેઠલ કેન્દ્ર સરકાર પર દેશમાં દરેક પરિવાર અને વ્યક્તિની જાણકારી એકઠી કરવાની જવાબદારી છે. સિટિઝનશીપ એક્ટ 1955 ના સેક્શન 14 એ માં 2004 માં સંશોધન કરવામાં આવ્યુ હતુ જે અંતર્ગત દરેક નાગરિકને પોતાના માટે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે કે એનઆરસીમાં રજિસ્ટર કરાવવુ અનિવાર્ય બની ગયુ હતુ. અસમ અને મેઘાલયને છોડીને આખા દેશ માટે પોપ્યુલેશન રજિસ્ટરને 2015-16 માં અપડેટ કરવામાં આવ્યુ હતુ, જેના આંકડા 2011 ની વસ્તી ગણતરી સાથે એકઠા કરવામાં આવ્યા હતા.

અસમ માટે આટલુ મહત્વપૂર્ણ કેમ છે NRC ડ્રાફ્ટ?

અસમ માટે આટલુ મહત્વપૂર્ણ કેમ છે NRC ડ્રાફ્ટ?

અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને રોકવા માટે સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અભિયાન ચલાવ્યુ છે. દુનિયાના સૌથી મોટા અભિયાનોમા ગણાતો આ કાર્યક્રમ ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ આધાર પર છે. જે અંતર્ગત માણસ ભારતનો છે કે નહિ તે માલુમ પડી શકશે અને જે લોકો આમાં નહિ આવે તેમની ઓળખ કરીને તેમને દેશમાં મોકલવામાં આવશે.

50 લાખ બાંગ્લાદેશી?

50 લાખ બાંગ્લાદેશી?

એક આંકડા મુજબ અસમમાં લગભગ 50 લાખ બાંગ્લાદેશી ગેર કાયદેસર રીતે રહે છે. 1971 માં બાંગ્લાદેશના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન ત્યાંથી પલાયન કરી રહેલા લોકો ભારે સંખ્યામાં ભાગીને ભારત આવ્યા હતા. આ કારણે સ્થાનિક લોકો અને ઘુસણખોરોમાં ઘણી વાર હિંસક ઘટનાઓ બની છે. 1980 ના દાયકાથી જ અહીં ઘૂસણખોરોને પાછા મોકલવા માટેના આંદોલન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘૂસણખોરોને બહાર કાઢવા માટેના આંદોલન 1979 માં ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન અને અસમ ગણ પરિષદે શરૂ કર્યા હતા.

સમજૂતી થઈ હતી નિષ્ફળ...

સમજૂતી થઈ હતી નિષ્ફળ...

આ આંદોલન હિંસક પણ રહ્યુ જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. હિંસા રોકવા માટે તે વખતે 1985 માં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સ્ટુડન્ટ યુનિયન અને અસમ ગણ પરિષદના નેતાઓમાં મુલાકાત થઈ, નક્કી થયુ કે 1951-71 વચ્ચે આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવશે અને 1971 બાદ આવેલા લોકોને પાછા મોકલવામાં આવશે પરંતુ આ સમજૂતી નિષ્ફળ થઈ ગઈ છે. બાદમાં 2005 માં રાજ્ય અને કેન્દ્ર સરકારમાં એનઆરસી લિસ્ટ અપડેટ કરવા માટે સમજૂતી કરવામાં આવી પરંતુ તેમાં ઝડપ ના હોવાના કારણે સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો.

નાગરિકતા સાબિત કરવાના 6.5 કરોડ દસ્તાવેજ મોકલાયા...

નાગરિકતા સાબિત કરવાના 6.5 કરોડ દસ્તાવેજ મોકલાયા...

અસમમાં ભાજપની સરકાર આવવા પર આ અભિયાનમાં ઝડપ આવી અને વર્ષ 2014 બાદ રાજ્યના 3.29 કરોડ લોકોએ નાગરિકતા સાબિત કરવાના 6.5 કરોડ દસ્તાવેજ મોકલ્યા છે. નાગરિકતા સાબિત કરવા માટે લોકો પાસેથી 14 પ્રકારના પ્રમાણપત્રો એ સાબિત કરવા માટે લેવામાં આવ્યા કે તેમનો પરિવાર 1971 થી પહેલા રાજ્યનો મૂળ નિવાસી છે કે નહિ. આનો એક ડ્રાફ્ટ જાન્યુઆરીમાં જારી થઈ ચૂક્યો છે.

English summary
The National Register of Citizens (NRC) contains names of Indian citizens of Assam. The NRC was prepared in 1951,after the Census of 1951.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X