નરેન્દ્ર મોદીની આગેવાનીમાં NDA સરકારે શપથ લીધા, જુઓ મંત્રીઓની પુરી યાદી
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના પાંચ દિવસ બાદ ભારતને નવી સરકાર મળી ગઈ છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારે શપથ લીધા છે.
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મોદી બાદ રાજનાથ સિંહે શપથ લીધા. અમિત શાહ શપથ લેવા ત્રીજા નંબરે પહોંચ્યા હતા.

શપથ ગ્રહણનો ક્રમ 2019માં પણ એવો જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 72 મંત્રીઓએ શપથ લઈ રહ્યાં છે. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
એનડીએ સરકારા કેબિનેટ
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેઓ ઉત્તર પ્રદેશના વારાણસીથી ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે.
રાજનાથ સિંહ - 72 વર્ષ
રાજનાથ સિંહ દેશના ગૃહ અને સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
અમિત શાહ - ઉંમર 59 વર્ષ
દેશના ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે. ગાંધીનગરથી સતત બીજી વખત સાંસદ બન્યા. ચાર વખત ગુજરાતના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પણ છે.
નીતિન ગડકરી - ઉંમર 67 વર્ષ
2014થી મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. તે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ મહારાષ્ટ્રના નાગપુરથી ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે.
જેપી નડ્ડા - ઉંમર 63 વર્ષ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 2014માં તેઓ મોદી સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેઓ હિમાચલ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
શિવરાજ સિંહ ચૌહાણ - ઉંમર 65 વર્ષ
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને મધ્ય પ્રદેશના વિદિશાથી લોકસભા ચૂંટણી જીત્યા છે.
નિર્મલા સીતારમણ - ઉંમર 64 વર્ષ
પાછલી સરકારમાં નાણામંત્રી હતા. હવે ફરી વખત કેબિનેટ મંત્રી બન્યા છે.
એસ જયશંકર - ઉંમર 69 વર્ષ
વિદેશ સચિવ પદ પરથી નિવૃત્ત થયા બાદ દેશના વિદેશ મંત્રી બન્યા. બે વખત રાજ્યસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે.












Click it and Unblock the Notifications
