એક સાઇટને છોડીને બાકી બધી સાઇટ્સ પર નરેન્દ્ર મોદીનો કબ્જો!
સોશિયલ મીડિયા પર સૌથી પ્રચલિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક અને ટ્વિટર પર લાખો-કરોડો ફોલોવર છે. હવે વડાપ્રધાને ઇંસ્ટાગ્રામ તરફ પ્રયાણ કર્યું છે. ઇંસ્ટાગ્રામ પર પણ વડાપ્રધાનની પોપ્યુલારિટીનો અંદાજો એ વાતથી જ લાવી શકાય છે કે થોડાક જ કલાકોમાં ફોલોવર્સની સંખ્યા પચાસ હજારથી પાર થઇ ગઇ છે. ફોલોવર્સની સંખ્યા સતત વધતી જઇ રહી છે. નરેન્દ્ર મોદી પ્રોફેશન સાઇટ લિંક્ડ ઇન પર પણ છે. હવે બસ માત્ર એક જ સાઇટ ટિંડર બચી છે જેની પર તેમણે પોતાનું એકાઉંટ નથી ખોલાવ્યું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક રોજ ઉપયોગમાં લાવે છે. જ્યાં તેમના પેજ પર લાઇકનો આંકડો 24, 598,120 થઇ ગયો છે. જ્યારે પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિક્ડઇન પર વડાપ્રધાનના 250,3584 ફોલોવર છે.
એટલું જ નહીં વડાપ્રધાન ટ્વિટર એકાઉંટ પણ ઉપયોગ કરે છે. ટ્વિટર પર પણ તેમણે મ્યાંમારની તસવીરો પોસ્ટ કરી છે. અત્રે તેમના ફોલોવર્સની સંખ્યા 7.8 મીલિયન છે.
At the Summit...captured a glimpse of the venue. pic.twitter.com/jc8lzohM1x
— Narendra Modi (@narendramodi) November 12, 2014 











Click it and Unblock the Notifications
