ચીન મુદ્દે હવે સરકારને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ, અથડામણ મુદ્દે સંસદમાં જવાબ માંગશે

કોંગ્રેસ સહિત દેશની વિપક્ષી પાર્ટીના નેતાઓએ આ ઘટનાને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પણ સવાલો ઉઠાવ્યા છે.

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશમાં ચીનની અવળચંડાઈનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. 9 ડિસેમ્બરે ભારતીય આર્મી અને ચીની સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, ચીની સૈનિકોએ ઘુષણખોરી કરવાનો પ્રયાસ કરતા ભારતીય સેનાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બન્ને તરફના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. હવે આ ઘટનાને લઈને વિપક્ષ સરકાર પર હમલાવર છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કોંગ્રેસ સહિતની તમામ વિપક્ષી પાર્ટીઓ સંસદમાં સરકાર પાસેથી જવાબ માંગશે.

China issue

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, આ અથડામણમાં ભારતીય સેનાના 6 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને ગુવાહાટી સારવાર માટે ખસેડાયા છે. આ સમાચાર આવતા જ દેશમાં ફરીથી રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ સહિતની પાર્ટીઓ આ મુદ્દે સરકારને સવાલ કરી રહી છે અને સંસદમાં પણ ગજવાની તૈયારીમાં છે.

આ મુદ્દે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 2 વર્ષ કરતા વધુ સમયથી ચીન ગેરકાયદે ભારતની જમીન અધિગ્રહણ કરી રહ્યું છે, PM ક્યાં છે? અમે માંગ કરીએ છીએ કે પીએમ લોકસભા અને રાજ્યસભામાં આવે અને ચીની પીએલએ દ્વારા વિવિધ બિંદુઓ પર ભારતના ક્ષેત્ર પર ગેરકાયદેસર કબજાની ચોક્કસ સ્થિતિ વિશે દેશને જવાબ આપે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X