જો સલમાન ખાન ટાર્ગેટ હતો તો બાબા સિદ્દીકીની કેમ કરાઈ હત્યા? લોરેન્સની ગેંગની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

Lawrence Bishnoi gang:મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ મોટો ખુલાસો કર્યો છે. હા...લોરેન્સ ગેંગના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાના 10 દિવસ પછી, 14 એપ્રિલે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદ્રા ઘરની બહાર બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જે બાદ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના બાદ લોરેન્સ ગેંગે સલમાનના નજીકના લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

Lawrence Bishnoi gang

ડબ્બા કોલિંગનો કરતા હતા ઉપયોગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ ગેંગના સભ્યોએ એકબીજા સાથે વાત કરવા માટે ડબ્બા કોલિંગ (ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ સિસ્ટમ)નો ઉપયોગ કર્યો હતો. "ડબ્બા કોલિંગ" શબ્દ સંભવતઃ ધમકીઓ આપવા માટે સેકન્ડરી ફોન (ડબ્બા)ના ઉપયોગ પરથી આવ્યો છે.

પોતાનું જ ટેલી એક્સચેન્જ સ્થાપ્યુ હતુ

આ ડબ્બા કોલિંગનો ઉપયોગ કરીને અનમોલ બિશ્નોઈએ શૂટર્સ શિવ કુમાર ગૌતમ, જીશાન અખ્તર, શુભમ લોંકર અને સુજીત સિંહ સાથે ઘણી વખત વાત કરી હતી. બિશ્નોઈ ગેંગ ડબ્બા કોલિંગનો ઉપયોગ કરે છે જેથી તપાસ એજન્સીઓ તેમને શોધી ન શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિશ્નોઈ ગેંગે ડબ્બા કોલિંગ માટે પોતાનું ટેલી એક્સચેન્જ સ્થાપ્યું હતું.

12 ઓક્ટોબરે કરાઈ હતી હત્યા

તેના દ્વારા ચાર-પાંચ લોકો એકસાથે જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકીને બાંદ્રામાં તેમના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે 12 ઓક્ટોબરે ગોળી મારી દેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ શિવ કુમાર ગૌતમને મુખ્ય શૂટર તરીકે ઓળખાવ્યો હતો, જે હુમલા પછી 20 મિનિટ સુધી ઘટનાસ્થળે રહ્યો હતો.

લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો આરોપી

ભીડમાં જોડાતા પહેલા તેણે તેની પિસ્તોલ, શર્ટ અને આધાર કાર્ડવાળી બેગ ફેંકી દીધી હતી. અરાજકતા અને પોલીસની હાજરીને જોતાં તે પકડાઈ ન જાય તે માટે ઘણા પ્રયાસ કર્યા હતા. બાદમાં, ગૌતમ કથિત રીતે ઓટોરિક્ષામાં બેસીને સિદ્દીકીના મૃત્યુની પુષ્ટિ કરવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો.

છતીસગઢમાં લીધી હતી હથિયારોની તાલિમ

રાત્રે 10:47 વાગ્યે તે કુર્લા રેલ્વે સ્ટેશન જવા નીકળ્યો અને સંભવિત પુરાવાનો નાશ કરવા માટે તેનો મોબાઈલ ફોન રસ્તામાં જ ફેંકી દીધો. સત્તાવાળાઓ હજુ પણ મોબાઈલની શોધખોળ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે શુભમ લોંકરે જુલાઈમાં બિલાસપુર નજીક છત્તીસગઢના જંગલોમાં હથિયારોની તાલીમ લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને આશંકા છે કે આ એકે-47 ટ્રેનિંગમાં માઓવાદીઓએ મદદ કરી હતી, જોકે કડીની હજુ તપાસ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X