પંજાબ સરકારનો મોટો નિર્ણય, તમામ પ્રકારના નવા ખેતી લાયસન્સ પર સંપુર્ણ રોક લગાવી!
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માનની સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. હવે પંજાબ સરકારે ખેતી સાથે જોડાયેલો એક મોટો નિર્ણય કર્યો છે.
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માનની સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. હવે પંજાબ સરકારે ખેતી સાથે જોડાયેલો એક મોટો નિર્ણય કર્યો છે. પંજાબ સરકારે રાજ્યમાં ખેતી સાથે જોડાયેલા તમામ પ્રકારના નવા લાયસન્સ આપવા પર રોક લગાવી છે. સરકારે આ નિર્ણય નકલી અને નબળી ક્વોલિટીના કૃષિ ઉત્પાદનોના ઉત્પાદન પર રોક લગાવવા માટે કર્યો છે. આના અમલ માટે પંજાબ સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયે અધિકારીઓને પત્ર જારી કર્યા છે.

સરકારના પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, જિલ્લા સ્તર પર, ખાતર, જંતુનાશક અને બિયારણ માટે કોઈ નવા લાયસન્સ આપવામાં ન આવે. પત્રમાં આગળ જણાવાયુ છે કે, બહુ જરૂરી હોય તો લાયસન્સ આપતા પહેલા મુખ્ય કાર્યાલયમાંથી પરવાનગી લેવી પડશે. આ બાબતે કૃષિ મંત્રી કુલદીપસિંહ ધાલીવાલે ડીલરો સાથે એક બેઠક પણ યોજી હતી.
તેમણે બેઠકમાં સંદેશ આપ્યો હતો કે, રાજ્યમાં કોઈ પણ બિન-માનક ઉત્પાદનો વેચવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર નકલી અને બિન-માનક જંતુનાશકો, ખાતરો અને બિયારણોના વેચાણને રોકવા માટે એક નવો કાયદો લાવશે, જેમાં બિન-જામીનપાત્ર કલમો શામેલ હશે. વિગતો મુજબ, પંજાબમાં હાલમાં જંતુનાશકો માટે લગભગ 12,000 લાઇસન્સ છે અને 375 રાજ્ય-સ્તરની એજન્સીઓ પાસે લાઇસન્સ છે.












Click it and Unblock the Notifications
