છાવલા ગેંગરેપ અને મર્ડર કેસમાં ફાંસીનો નિર્ણય સુપ્રીમ કોર્ટે બદલ્યો

દિલ્હીમાં છાવલા વિસ્તારમાં થયેલી 19 વર્ષીય યુવતીનું અપહરણ કરી અને તેના પર સામુહિક બળાત્કાર કર્યા બાદ તેની નિર્મમ હત્યા કરી દેનારા 3 આરોપીઓની ફાંસી સુપ્રીમ કોર્ટ દ્વારા રોકી દેવામાં આવી છે.

દિલ્હીમાં છાવલા વિસ્તારમાં થયેલી 19 વર્ષીય યુવતીનું અપહરણ કરી અને તેના પર સામુહિક બળાત્કાર કર્યા બાદ તેની નિર્મમ હત્યા કરી દેનારા 3 આરોપીઓની ફાંસી સુપ્રીમ કોર્ટ દ્વારા રોકી દેવામાં આવી છે. ત્રણેય આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખવાના હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે બાદ સોમવારના રોજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચૂકાદાને રદ્દ કર્યો હતો.

ચહેરો એસિડથી બાળ્યો હતો ચહેરો

ચહેરો એસિડથી બાળ્યો હતો ચહેરો

9 ફેબ્રુઆરી, 2012ના રોજ પીડિતા તેના કામથી છૂટી ઘરે જઈ રહી હતી. ત્યારબાદ રસ્તામાં ત્રણેય લોકોએ યુવતીનું અપહરણ કર્યું હતું. આકેસમાં યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો.

યુવતીને કારમાં ઉપયોગમાં લેવાતાસાધનો વડે માર મારવામાં આવ્યો હતો, તેના શરીર પર સિગારેટના ડામ પણ દેવામાં આવ્યા હતા. આ સાથે તેનો ચહેરો એસિડથી બાળી નાંખવામાં આવ્યો હતો.

પીડિતાની લાશ રેવાડીમાંથી મળી

પીડિતાની લાશ રેવાડીમાંથી મળી

પુત્રી મોડે સુધી ઘરે ન મળી આવતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ઘણી શોધખોળ બાદ હરિયાણાના રેવાડીમાં પીડિતાનો મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં મળ્યો હતો. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે, તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો.

નીચલી અદાલત અને હાઈકોર્ટે ફાંસીની સજા ફટકારી

નીચલી અદાલત અને હાઈકોર્ટે ફાંસીની સજા ફટકારી

દિલ્હીની એક કોર્ટે ત્રણેય આરોપીઓને અપહરણ, બળાત્કાર અને હત્યાના વિવિધ આરોપો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણયને યોગ્યમાનીને હાઈકોર્ટે પણ ફાંસીની સજાને મંજૂરી આપી હતી. જે બાદ દોષિતોએ સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ફાંસીની સજાને રદ્દ

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ફાંસીની સજાને રદ્દ

છાવલા સામુહિક બળાત્કાર અને હત્યા કેસમાં તમામ આરોપીઓની ધરપકડ બાદ દિલ્હીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ત્રણેયને 19 વર્ષની છોકરી પર બળાત્કાર અને તેની હત્યા કરવાના દોષી ઠેરવ્યા બાદ દિલ્હીની કોર્ટે તમામ આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

આ નિર્ણયને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઈકોર્ટ દ્વારા પણ ફાંસીની સજાને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ દોષિતોએ સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જે બાદ આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ફાંસીની સજાને રદ્દ કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X