સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની કામગીરી પર તીખા સવાલ કર્યા, જાણો શું છે પુરી ઘટના?
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અદાલતો પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. રાહુલ ગાંધી બાબતે સૂનાવણી દરમિયાન ઘણા સવાલો ઉઠ્યા હતા ત્યારે હવે અન્ય એક કેસની સૂનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી પર આકરા સવાલ કર્યા છે.
સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી પર તીથી ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈપણ કોર્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આદેશ આપે તો તે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે આ કડક ટિપ્પણી કરી છે.

જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટે બળાત્કાર પીડિતાની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં તેણે કોર્ટ પાસે ગર્ભપાતની પરવાનગી માંગી હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલામાં ત્યારે ચુકાદો આપ્યો જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી અને 21 ઓગસ્ટ માટે કેસને સૂચિબદ્ધ કરાયો હતો. હવે સુપ્રીમ કોર્ટે આકરા સવાલ કર્યા છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરતા જ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને ટિપ્પણી કરતા જસ્ટિસ બી.વી. નગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટમાં શું થઈ રહ્યું છે? ભારતમાં કોઈપણ અદાલત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કોઈ નિર્ણય સંભળાવી શકે નહીં. આ બંધારણીય સિદ્ધાંતની વિરુદ્ધ છે, આ દરમિયાન ગુજરાત સરકારના વકીલો પણ કોર્ટમાં હાજર હતા.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા પણ જવાબ રજુ કરાયો. ગુજરાત સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ કેસમાં જે આદેશ આપવામાં આવ્યો તે અગાઉના આદેશમાં કારકુની ભૂલને સુધારવાનો હતો.
તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ માત્ર એક ગેરસમજ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જજને આદેશ પાછો ખેંચવા માટે અપીલ કરશે.












Click it and Unblock the Notifications
