લો બોલો..લુડોમાં મહિલા પોતાને હારી ગઈ અને મકાન માલિક સાથે દ્રોપદીની જેમ રહેવા તૈયાર છે, જાણો શું છે પુરી ઘટના?
મહાભારતમાં પાંડવો જુગારમાં પોતાની સાથે સાથે તેમની પત્ની દ્રોપદીને પણ હારી ગયા હતા. જુગારમાં વ્યક્તિ તેનું સર્વસ્વ ગુમાવી દેતો હોય છે ત્યારે હવે મહાભારતને પણ ટક્કર મારે તેવો એક કિસ્સો સામે આવ્યો છે.
અહેવાલો અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશની છે. અહીં એક મહિલા મકાન માલિક સાથે લુડો રમી રહી હતી. તેને લુડોમાં પોતાને જ દાવ પર લગાવી દીધી અને હારી ગઈ. હવે આ મહિલા મકાન માલિક સાથે રહેવા તૈયાર છે અને પોતાના જ પતિ પર દવાબ બનાવી રહી છે.

ચૌકાવનારી આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના કોતવાલી વિસ્તારની છે. અહીંના દેવકલી મહોલ્વામાં રહેતી આ મહિલાઓ પોતાને દાવ પર લગાવી દીધી હતી. અહીં રહેતો યુવક છ મહિના પહેલા નોકરી માટે રાજસ્થાન ગયો હતો. તેની પત્ની ભાડાના મકાનમાં રહે છે. પતિના કહેવા મુજબ તે પત્નીને દર મહિને પૈસા મોકલતો હતો અને પત્ની અહીં તેના મકાનમાલિક સાથે લુડો અને પત્તા રમતી હતી.
પતિના જણાવ્યા અનુસાર, પત્ની રેણુ દર મહિને તેના દ્વારા મોકલવામાં આવેલા પૈસા લુડોમાં હારતી રહી. પૈસા પૂરા થતાં પત્ની રેણુએ લુડોમાં પોતાને દાવ પર લગાવી અને હારી ગઈ. આ પછી તે મકાન માલિક સાથે રહેવા માટે રાજી થઈ ગઈ છે. હવે પતિ મુશ્કેલીમાં મુકાયો છે.












Click it and Unblock the Notifications
