વિશ્વની પ્રથમ સોય વિનાની રસી Zydus Cadila ભારતમાં આવતા સપ્તાહે ઉપલબ્ધ થઈ શકે!

ઝાયડસ કેડિલાની રસી ZyCoV-D ભારતમાં આવતા સપ્તાહથી રાષ્ટ્રીય રસીકરણમાં રજૂ કરવામાં આવી શકે છે. જાણકારોના મતે ઝાયડસ હેલ્થકેરની એન્ટિ-કોરોના વાયરસ રસી ZyCoV-D આગામી સપ્તાહથી ભારતના રસીકરણ કાર્યક્રમનો ભાગ બની શકે છે.

નવી દિલ્હી, 17 ડિસેમ્બર : ઝાયડસ કેડિલાની રસી ZyCoV-D ભારતમાં આવતા સપ્તાહથી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી શકે છે. જાણકારોના મતે ઝાયડસ હેલ્થકેરની એન્ટિ-કોરોના વાયરસ રસી ZyCoV-D આગામી સપ્તાહથી ભારતના રસીકરણ કાર્યક્રમનો ભાગ બની શકે છે. નામ જાહેર ન કરવાની શરતે આ બાબતથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઝાયડસ કેડિલા વેક્સિનેટર્સની તાલીમ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં રસીકરણ શરૂ થઈ શકે છે. આવતા અઠવાડિયે આ સંભવ છે. જણાવી દઈએ કે Zydus Cadila ની રસી ZyCoV-D વિશ્વની પ્રથમ આવી રસી છે, જેને સોય વગર આપવામાં આવશે. ઝાયડસ કેડિલા રસીની કિંમત પ્રતિ ડોઝ 265 રૂપિયા હશે.

ZyCoV-D

Zydus Cadila ની રસી ZyCoV-D એ વિશ્વની પ્રથમ DNA-આધારિત અને સોય-મુક્ત COVID-19 રસી છે. આ રસી 12 થી 18 વર્ષની વયના લોકોને આપવામાં આવશે. જો કે, બાળકોના રસીકરણ અંગે કોઈ નીતિ ન હોવાથી કેન્દ્ર સરકારે પુખ્ત વયના લોકોમાં રસીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે હવે દુનિયાભરની સરકારો વેક્સિનેશન પર વધારે જોર આપી રહી છે. આ ઉપરાંત દુનિયાના કેટલાક દેશો એવા પણ જેને બુસ્ટર ડોઝ પ્રોગ્રામ પણ શરૂ કર્યા છે. ત્યારે હવે કોરોનાની આ એક નવી રસી ભારતને આગામી રણનીતિ બનાવવામાં મદદરૂપ થશે. હાલ દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનને મોટા પાયે આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં સ્પુટનિક વીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X