Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Surya grahan 2018: 13 જુલાઈએ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ, 40 વર્ષ બાદ વિશેષ સંયોગ

13 જુલાઈના રોજ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યુ છે. તે એક આંશિક સૂર્યગ્રહણ હશે કે જે ભારતમાં જોવા મળશે નહિ.

13 જુલાઈના રોજ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યુ છે. તે એક આંશિક સૂર્યગ્રહણ હશે કે જે ભારતમાં જોવા મળશે નહિ. તેને માત્ર એન્ટાર્કટિકા, તસ્માનિયા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણી ભાગમાં જોઈ શકાશે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ 15-16 ફેબ્રુઆરીએ થયુ હતુ. આ ગ્રહણ અંગે જ્યાં ખગોળશાસ્ત્રીઓ ઘણા ઉત્સુક છે ત્યાં બીજી તરફ ધર્મશાસ્ત્રી આ ગ્રહણ અંગે થોડા ચિંતિત છે કારણકે ગ્રહણ કાળમાં પૂજા પાઠ વર્જિત માનવામાં આવે છે.

ખાસ છે આ ગ્રહણ

ખાસ છે આ ગ્રહણ

40 વર્ષ બાદ આ ગ્રહણ પર એક ખાસ સંયોગ બની રહ્યો છે જે થોડો ખરાબ પ્રભાવ આપવાનો છે. આ વખતે આ આંશિક સૂર્યગ્રહણ 13 તારીખે અને શુક્રવારે થવાનું છે અને આજથી 40 વર્ષ પહેલા એટલે કે 13 ડિસેમ્બરના દિવસે શુક્રવારે આંશિક ગ્રહણ થયુ હતુ જે હવે 13 સપ્ટેમ્બર 2080 ના દિવસે થશે. નાસાના જણાવ્યા અનુસાર આ એક વિશેષ સંયોગ છે.

શું કહી રહ્યા છે ધર્મશાસ્ત્રીઓ...

શું કહી રહ્યા છે ધર્મશાસ્ત્રીઓ...

ધર્મશાસ્ત્રીઓ અનુસાર ભલે આ ગ્રહણ ભારતમાં પ્રભાવી નથી પરંતુ આની અસર લોકોના જીવન પર પડશે કારણકે સૂતક કાળની અસર રાશિઓ પર પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહણ કાળના 12 કલાક પહેલા જ સૂતક લાગી જાય છે જેમાં કેટલાક કામો કરી શકાતા નથી.

સૂર્યગ્રહણ શું છે?

સૂર્યગ્રહણ શું છે?

જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની મધ્યમાં આવે છે ત્યારે તે પૃથ્વી પર આવતા સૂર્યપ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાનો પડછાયો બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

ગ્રહણનો સમય

ગ્રહણનો સમય

સૂર્યગ્રહણ 13 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર સવારે 7 વાગેને 18 મિનિટે અને 23 સેકન્ડે શરૂ થશે કે જે 8 વાગેને 13 મિનિટ અને 5 સેકન્ડ સુધી રહેશે. આનું સૂતક આજે સાંજથી જ લાગી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X